Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 33 of 315
PDF/HTML Page 57 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૪૩

‘कापथस्थेऽपि’ मिथ्यादर्शनाद्याधारेऽपि जीवे तथा ‘असंपृक्तिः’ न विद्यते सम्पृक्तिः कायेन नखच्छोटिकादिनाअंगुलिचालनेन शिरोधूननेन वा प्रशंसा यत्र ‘अनुत्कीर्तिः’ न विद्यते उत्कीर्तिरुत्कीर्तनं वाचा संस्तवनं यत्र मनोवाक्यायैर्मिथ्यादर्शनादीनां तद्वतां चाप्रशंसाकरणममूढं सम्यग्दर्शनमित्यर्थः ।।१४।। એટલું જ નહિ कापथस्थेऽपि’ મિથ્યાદર્શનાદિના આધારભૂત જીવમાં પણ, જ્યાં असंपृक्तिः’ કાયાથી સંપર્ક ન હોવો, અર્થાત્ નખ વડે, ચપટી આદિથી કે આંગળી હલાવીને કે મસ્તક ધુણાવીને પ્રશંસા ન કરવી તથા જ્યાં अनुत्कीर्तिः’ વાણીથી કીર્તન કે સ્તવન ન હોવું (તે અમૂઢત્વ ગુણવિશિષ્ટ દ્રષ્ટિ છે - સમ્યગ્દર્શન છે.) મન - વચન - કાયાથી મિથ્યાદર્શનાદિની તથા તેના ઉપાસકોની પ્રશંસા ન કરવી, તે અમૂઢ સમ્યગ્દર્શન છે - એવો અર્થ છે.

ભાવાર્થ :નરક, તિર્યંચ, કુમનુષ્યાદિ ગતિનાં ઘોર દુઃખોનાં કારણભૂત મિથ્યાદર્શનાદિરૂપ કુમાર્ગને અને તેને અનુસરતી વ્યક્તિઓને મનથી સંમતિ ન દેવી, કાયાથી સહારો કે સંપર્ક ન કરવો અથવા ચપટી કે માથું હલાવી - ધુણાવી પ્રશંસા ન કરવી અને વચનથી તેમનાં ગુણ - ગાન કે સ્તવન ન કરવાં તે અમૂઢદ્રષ્ટિ અંગ છે.

‘‘જે ચેતયિતા સર્વભાવોમાં અમૂઢ છે - યથાર્થ દ્રષ્ટિવાળો છે તે ખરેખર અમૂઢદ્રષ્ટિ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’

‘‘સમ્યગ્દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે, તેને રાગ - દ્વેષ - મોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી.’’

‘‘જે આત્મા પોતાના શુદ્ધાત્મામાં શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ નિશ્ચયરત્નત્રય- સ્વરૂપ ભાવનાના બળથી શુભ - અશુભ કર્મજનિત પરિણામરૂપ બાહ્ય પદાર્થોમાં સર્વથા અસંમૂઢ હોય છે (અર્થાત્ કર્મોના ઉદયથી જે દુઃખરૂપ વા બાહ્ય શાતારૂપ પદાર્થોની અવસ્થાઓ થાય છે, તેમાં શોક - હર્ષ નહિ કરતાં તેના યથાર્થ સ્વરૂપને જાણી તેના १. नखच्छोटिकादिना प्रशंसा घ० ૨. સંમૂઢ નહિ જે સર્વ ભાવે,સત્યદ્રષ્ટિ ધારતો,

તે મૂઢદ્રષ્ટિરહિત સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨.
(શ્રી સમયસાર ગાથા ૨૩૨ અને તેનો ભાવાર્થ)