કહાનજૈનશાસ્ત્રમાળા ]
अथ वात्सल्यगुणस्वरूपं दर्शने प्रकटयन्नाह —
‘वात्सल्यं’ सधर्मिणि स्नेहः । ‘अभिलप्यते’ प्रतिपाद्यते । कासौ ? ‘प्रतिपत्तिः’ पूजाप्रशंसादिरूपा । कथं ? ‘यथायोग्यं’ योग्यानतिक्रमेण अञ्जलिकरणाभिमुखगमन प्रशंसावचनोपकरणसम्प्रदानादिलक्षणा । कान् प्रति ? ‘स्वयूथ्यान्’ जैनान् प्रति । कथंभूता ? સ્થિતિકરણયુક્ત સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’૧
‘‘તે સ્થિતિકરણ, સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. તેમાં જે પોતાની ભૂલને પોતાની મેળે પરિણામોની શુદ્ધતા દ્વારા સુધારે છે, તેને નિશ્ચયથી સ્વસ્થિતિકરણ કહે છે. તથા પોતાનાથી ભિન્ન વ્યક્તિને સમ્યગ્દર્શન વા સમ્યક્ચારિત્રથી પતિત થતી જોઈને તેને ધર્મોપદેશ દ્વારા શંકા - સમાધાન પૂર્વક ફરીથી સમ્યગ્દર્શન વા સમ્યક્ચારિત્રમાં સ્થિર કરવાના ભાવને વ્યવહારથી પરસ્થિતિકરણ કહે છે.’’૨ ૧૬.
હવે સમ્યગ્દર્શનના વાત્સલ્ય ગુણનું સ્વરૂપ પ્રગટ કરી કહે છે —
અન્વયાર્થ : — [स्वयूथ्यान् प्रति ] પોતાના સહધર્મીઓ પ્રત્યે [सद्भावसनाथा ] સદ્ભાવ (સરળતા) સહિત. [अपेतकैतवा ] માયા રહિત [यथायोग्यम् ] યથાયોગ્ય [प्रति- पत्तिः ] આદર - સત્કારાદિ કરવો તે [वात्सल्यम् ] વાત્સલ્ય અંગ [अभिलप्यते ] કહેવાય છે.
ટીકા : — ‘वात्सल्यं’ સહધર્મી પ્રત્યે સ્નેહ ‘अभिलप्यते’ કહેવાય છે. વાત્સલ્ય એટલે શું? ‘प्रतिपत्तिः’ પૂજા પ્રશંસાદિરૂપ સત્કાર. કેવી રીતે? ‘यथायोग्यम्’ જે યોગ્ય છે તેનું ઉલ્લંઘન કર્યા સિવાય અર્થાત્ બંને હાથ જોડવા, સામે જવું, પ્રશંસાનાં વચન કહેવાં, ઉપકરણ (સાધનો)નું દાન આપવું - વગેરે રૂપ યથાયોગ્ય (સત્કાર કરવો), કોના પ્રતિ? ‘स्वयूथ्यान्’ જૈનો પ્રતિ. કેવો (સત્કાર)? ‘सद्भावसनाथा’ સદ્ભાવના અવક્રતા - સરળતા ૧. ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો,
૨. શ્રી પંચાધ્યાયી – ઉત્તરાર્ધ ગાથા ૭૯૨નો ભાવાર્થ.