૪૮ ]
‘सद्भावसनाथा’ सद्भावेनावक्रतया सहिता चित्तपूर्विकेत्यर्थः । अत एव ‘अपेतकैतवा’ अपेतं विनष्टं कैतवं माया यस्याः ।।१७।।
अथ प्रभावनागुणस्वरूपं दर्शनस्य निरूपयन्नाह —
સહિત હૃદયપૂર્વક - એવો અર્થ છે. તેથી જ ‘अपेतकैतवा’ અપેત એટલે નષ્ટ અને કૈતવ એટલે માયા, જેમાં માયા નાશ પામી છે તેવો અર્થાત્ માયા રહિત (સત્કાર).
ભાવાર્થ : — પોતાના સહધર્મી ભાઈઓનો વિનયપૂર્વક, સારા ભાવસહિત, કપટ રહિત - ખરા દિલથી, યથાયોગ્ય નમસ્કાર, વિનય, સ્તુતિ, દાન, પ્રશંસા અને ઉપકરણ આદિ દ્વારા આદર - સત્કાર કરવો તે વાત્સલ્ય અંગ છે.
‘‘જે ચેતયિતા મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપી ત્રણ સાધકો - સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ — એ ત્રણ સાધુઓ પ્રત્યે) વાત્સલ્ય કરે છે, તે વાત્સલ્યભાવ યુક્ત (વાત્સલ્યભાવ સહિત) સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’૧
સ્થિતિકરણ અંગની જેમ વાત્સલ્ય અંગ પણ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. પરિષહ - ઉપસર્ગાદિ દ્વારા પીડિત થવા છતાં પણ કોઈ શુભ આચરણમાં, જ્ઞાન અને ધ્યાનમાં શિથિલતા ન આવવા દેવી તે સ્વાત્મસંબંધી વાત્સલ્ય છે અને અન્ય સંયમીઓ ઉપર ઘોર પરિષહ ઉપસર્ગાદિક આવી પડતાં તેમની બાધા દૂર કરવાનો ભાવ થવો તે પરવાત્સલ્ય છે.’’૨ ૧૭.
હવે સમ્યગ્દર્શનના પ્રભાવના ગુણના સ્વરૂપનું નિરૂપણ કરી કહે છે —
અન્વયાર્થ : — [अज्ञानतिमिरव्याप्तिम् ] અજ્ઞાનરૂપી અંધકારના ફેલાવાને ૧. જે મોક્ષમાર્ગે ‘સાધુ’ત્રયનું વત્સલત્વ કરે અહો!
૨. જુઓ શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા ૮૦૬ થી ૮૦૮.