Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 39 of 315
PDF/HTML Page 63 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૪૯

‘प्रभावना’ स्यात् कासौ ? ‘जिनशासनमाहात्म्यप्रकाशः’ जिनशासनस्य माहात्म्यप्रकाशस्तु तपोज्ञानाद्यतिशयप्रकटीकरणं कथं ? ‘यथायथं’ स्नपनदानपूजा- विधानतपोमंत्रतंत्रादिविषये आत्मशक्त्यनतिक्रमेण किं कृत्वा ? ‘अपाकृत्य’ निराकृत्य कां ? ‘अज्ञानतिमिरव्याप्तिं’ जिनमतात्परेषां यत्स्नपनदानादिविषयेऽज्ञानमेव तिमिरमन्धकारं तस्य व्याप्तिं प्रसरम् ।।१८।।

इदानीमुक्तनिःशंकितत्वाद्याष्टगुणानां मध्ये कः केन गुणेन प्रधानतया प्रकटित इति प्रदर्शयन् श्लोकद्वयमाह (વિસ્તારને) [अपाकृत्य ] દૂર કરીને [यथायथम् ] ઉચિત રીતે [जिनशासनमाहात्म्य- प्रकाशः ] જૈનધર્મના મહિમાનો પ્રકાશ કરવો તે [प्रभावना ] પ્રભાવના ગુણ [स्यात् ] છે.

ટીકા :प्रभावना’ પ્રભાવના ગુણ છે. તે શું છે? जिनशासनमाहात्म्यप्रकाशः’ જિનશાસનના મહિમાનો પ્રકાશ કરવો તે - તપ, જ્ઞાનાદિના અતિશયને પ્રગટ કરવો તે. કેવી રીતે? यथायथं’ સ્નપન (અભિષેક), દાન, પૂજાવિધાન, તપ, મંત્ર, તંત્રાદિના વિષયમાં પોતાની શક્તિનો અતિક્રમ (ઉલ્લંઘન) કર્યા વિના (અર્થાત્ યથાશક્તિ), શું કરીને? अपाकृत्य’ દૂર કરીને, કોને? अज्ञानतिमिरव्याप्तिम्’ જિનમતથી અતિરિક્ત અન્ય મતનાં સ્નપન, દાનાદિના વિષયમાં જે અજ્ઞાનરૂપી અંધકાર તેની વ્યાપ્તિને - તેના ફેલાવને.

ભાવાર્થ :જૈનધર્મ સંબંધી ફેલાયેલી અજ્ઞાનતાને પોતાની શક્તિ અનુસાર વિદ્યા, દાન, પૂજાવિધાન, તપ, મંત્ર, તંત્રાદિ દ્વારા દૂર કરીને જૈનધર્મનો મહિમા પ્રગટ કરવો તેને પ્રભાવના અંગ કહે છે.

‘‘જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો મનરૂપી રથ - પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’ ૧૮.

હવે કહેલા નિઃશંકિતત્ત્વાદિ આઠ ગુણોમાં કોણ કયા ગુણ વડે પ્રધાનતાથી પ્રસિદ્ધ થયેલ છે, તે બતાવતાં બે શ્લોક કહે છે . ध पुस्तके ‘तु’ नास्ति सम्पादनादिलक्षणा ख पुष्पमध्यगतः पाठः कपुस्तके नास्ति ૨. ચિન્મૂર્તિ મન રથપંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો,

તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૬. (શ્રી સમયસાર ગાથા ૨૩૬)