Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 19-20.

< Previous Page   Next Page >


Page 40 of 315
PDF/HTML Page 64 of 339

 

૫૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तावदञ्जनचौरोऽङ्गे ततोऽनन्तमतिः स्मृता
उद्दायनस्तृतीयेऽपि तुरीये रेवती मता ।।१९।।
ततो जिनेन्द्रभक्तोऽन्यो वारिषेणस्ततः परः
विष्णुश्च वज्रनामा च शैषयोर्लक्ष्यतां गताः ।।२०।।

तावच्छब्दः क्रमवाची, सम्यग्दर्शनस्य हि निःशंकितत्वादीन्यष्टांगान्युक्तानि तेषु मध्ये प्रथमे निःशंकितत्वेंऽगस्वरूपे तावल्लक्ष्यतां दृष्टान्ततां गतोऽञ्जनचोरः स्मृतो निश्चितः द्वितीयेंऽगे निष्कांक्षितत्वे ततोऽञ्जनचोरादन्यानन्तमतिर्लक्ष्यतां गता मता तृतीयेंऽगे निर्विचिकित्सत्वे उद्दायनो लक्ष्यतां गतो मतः तुरीये चतुर्थेऽङ्गे अमूढदृष्टित्वे

આL ગુણોમાં પ્રસિદ્ધ વ્યિઆL ગુણોમાં પ્રસિદ્ધ વ્યકિકતઓનાં નામતઓનાં નામ
શ્લોક ૧શ્લોક ૧૯૯૯૯૯ - ૨૦

અન્વયાર્થ :[तावत् ] ક્રમથી પહેલા [अङ्के ] નિઃશંકિત અંગમાં [अंजनचौरः ] અંજન ચોર (પ્રસિદ્ધ થયો છે.) [ततः ] તે પછી - બીજા નિઃકાંક્ષિત અંગમાં [अनन्तमती ] રાણી અનંતમતી [स्मृता ] પ્રસિદ્ધ થઈ છે. [तृतीयेऽपि ] અને ત્રીજા નિર્વિચિકિત્સતા અંગમાં [उद्दायनः ] ઉદ્દાયન રાજા (પ્રસિદ્ધ થયો છે.) [तुरीये ] ચોથા અમૂઢદ્રષ્ટિ અંગમાં [रेवती ] રેવતી રાણી [मता ] પ્રસિદ્ધ થઈ છે. ૧૯.

[ततः ] પછી પાંચમા ઉપગૂહન અંગમાં [जिनेन्द्रभक्तः ] જિનેન્દ્રભક્ત શેઠ (પ્રસિદ્ધ થયો છે.) [ततः अन्यः ] તે પછી છઠ્ઠા સ્થિતિકરણ અંગમાં [वारिषेणः ] શ્રેણિક રાજાનો પુત્ર વારિષેણ (પ્રસિદ્ધ થયો છે.) [परः ] તે પછી [शेषयोः ] શેષ બે અંગોમાં અર્થાત્ વાત્સલ્ય અને પ્રભાવના અંગમાં (અનુક્રમે) [विष्णुः ] વિષ્ણુકુમાર મુનિ [च ] અને [वज्रनामा ] વજ્રકુમાર મુનિ [लक्ष्यताम् ] પ્રસિદ્ધિને [गतौ ] પ્રાપ્ત થયા છે. ૨૦.

ટીકા :तावद्’ શબ્દ ક્રમવાચી છે. સમ્યગ્દર્શનનાં નિઃશંકિત આદિ આઠ અંગ કહ્યાં છે, તે મધ્યે પ્રથમ નિઃશંકિત અંગના સ્વરૂપમાં અંજન ચોર દ્રષ્ટાંતરૂપ (પ્રસિદ્ધ) થયો છે. બીજા નિઃકાંક્ષિત અંગમાં ત્યારપછી અર્થાત્ અંજન ચોરથી બીજી અનંતમતી રાણી પ્રસિદ્ધ થઈ છે. ત્રીજા નિર્વિચિકિત્સતા અંગમાં ઉદ્દાયન રાજા પ્રસિદ્ધ થયો છે. ચોથા અમૂઢદ્રષ્ટિ