કહાનજૈનશાસ્ત્રમાળા ]
रेवती लक्ष्यतां गता मता । ततस्तेभ्यश्चतुर्थेभ्योऽन्यो जिनेन्द्रभक्तश्रेष्ठी उपगूहने लक्ष्यतां गतो मतः । ततो जिनेन्द्रभक्तात् परो वारिषेणः स्थितीकरणे लक्ष्यतां गतो मतः । विष्णुश्च विष्णुकुमारो वज्रनामा । च वज्रकुमारः शेषयोर्वात्सल्यप्रभावनयोर्लक्ष्यतां गतौ मतौ । गता इति बहुवचननिर्देशो दृष्टान्तभूतोक्तात्मव्यक्तिबहुत्वापेक्षया१ । અંગમાં રેવતી રાણી પ્રસિદ્ધ થઈ છે. તે પછી એટલે તે ચાર પછી — એ ચારથી અન્ય જિનેન્દ્રભક્ત શેઠ ઉપગૂહન અંગમાં પ્રસિદ્ધ થયો છે. પછી જિનેન્દ્રભક્તથી અન્ય વારિષેણ સ્થિતીકરણ અંગમાં પ્રસિદ્ધ થયો છે અને વિષ્ણુ અર્થાત્ વિષ્ણુકુમાર મુનિ અને વજ્રનામ અર્થાત્ વજ્રકુમાર મુનિ બાકીનાં વાત્સલ્ય અને પ્રભાવના અંગોમાં પ્રસિદ્ધ થયા છે.
દ્રષ્ટાન્તભૂત કહેલી આત્મવ્યક્તિના માનાર્થે ‘गताः’ એમ બહુવચનનો નિર્દેશ કરેલ છે.
ભાવાર્થ : — સામાન્યતઃ સમ્યગ્દ્રષ્ટિને અવિનાભાવે આઠે આઠ સમ્યગ્દર્શનનાં અંગ હોય છે, પરંતુ કોઈ કોઈ અંગમાં પોતાના ધાર્મિક જીવનની બાહ્ય વિશેષતાઓને લીધે લોકમાં તે પ્રસિદ્ધિ પામે છે. આવી પ્રસિદ્ધિ પામેલી વ્યક્તિઓનાં નામ નીચે પ્રમાણે છેઃ —
૧. નિઃશંકિતઅંજન ચોર
૨. નિઃકાંક્ષિતઅનંતમતી રાણી
૩. નિર્વિચિકિત્સતાઉદ્દાયન રાજા
૪. અમૂઢદ્રષ્ટિરેવતી રાણી
૫. ઉપગૂહનજિનેન્દ્રભક્ત શેઠ
૬. સ્થિતીકરણવારિષેણ (શ્રેણિક રાજાનો પુત્ર)
૭. વાત્સલ્યવિષ્ણુકુમાર મુનિ
૮. પ્રભાવનાવજ્રકુમાર મુનિ
ઉપરોક્ત અંગોમાં પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓની કથાઓ છે તે પ્રથમાનુયોગનો વિષય છે. તેનો અર્થ નીચે પ્રમાણે સમજવોઃ — १. दृष्टान्तभूतोक्तत्वाद् व्यक्ति घ० ।