૫૨ ]
तत्र निःशंकितत्वेंऽजनचोरो दृष्टान्ततां गतोऽस्य कथा ।
‘‘વળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મ – અંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. જેમ જીવોને શંકા – કાંક્ષાદિ ન કરતાં તેને સમ્યક્ત્વ થયું કહીએ છીએ, પણ કોઈ કાર્યમાં શંકા – કાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યક્ત્વ ન થાય. સમ્યક્ત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ થાય છે; પરંતુ અહીં નિશ્ચય સમ્યક્ત્વનો તો વ્યવહાર સમ્યક્ત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહારસમ્યક્ત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો. એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયું કહીએ છીએ.’’
જેને પાછળથી સમ્યક્ત્વ થયું હોય તેને જ૧ આ ઉપચાર લાગુ પડે છે, પણ મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી, જે પાછળથી સમ્યગ્દર્શન પ્રગટ કરે નહિ તેને આ ઉપચાર લાગુ પડતો નથી, એમ સમજવું.
સમ્યગ્દર્શન, પ્રતીતિ, રુચિ, શ્રદ્ધા અને શ્રદ્ધાન — એ સમ્યક્ત્વના પર્યાયવાચક શબ્દો છે. સમ્યગ્દર્શનને આઠ અંગ છે. અંગ શબ્દનો અર્થ અવયવ છે. સમ્યગ્દર્શન અંગી છે – અવયવી છે અને નિઃશંકિત આદિ તેનાં અંગ – અવયવ છે.
અંગનો અર્થ લક્ષણ – ચિહ્ન પણ થાય છે. જેને સમ્યગ્દર્શન હોય છે તેને નિઃશંકિત આદિ ચિહ્નો અવશ્ય હોય છે.
સમ્યગ્દર્શનનાં આઠ અંગોમાં પ્રથમનાં ચાર અંગોઃ — નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સતા અને અમૂઢદ્રષ્ટિ — એ નિષેધરૂપ છે અને બાકીનાં ચાર અંગો – ઉપગૂહન, સ્થિતીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના – એ વિધેયરૂપ છે.
સૂચના — હવે ટીકાકાર આઠે અંગમાં પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓની ક્રમવાર કથા કહેશે.
તેમાં નિઃશંકિતપણામાં અંજનચોર દ્રષ્ટાંતપણાને પામેલ છે (તે આઠ અંગમાં નિઃશંકિત અંગમાં અંજનચોરનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે), તેની આ કથા છે. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૭૬.