Ratnakarand Shravakachar (Gujarati). KaThA 1 : anjanchor.

< Previous Page   Next Page >


Page 43 of 315
PDF/HTML Page 67 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૫૩

यथाधन्वंतरिविश्वलोमौ सुकृतकर्मवशादमितप्रभविद्युत्प्रभदेवौ संजातौ चान्योन्यस्य धर्मपरीक्षणार्थमत्रायातौ तो यमदग्निस्ताभ्यां तपसश्चालितः मगधदेशे राजगृहनगरे जिनदत्तश्रेष्ठी कृतोपवासः कृष्णचतुर्दश्यां रात्रौ स्मशाने कायोत्सर्गेण स्थितो दृष्टः ततोऽमितप्रभदेवेनोक्तं दूरे तिष्ठंतु मदीया मुनयोऽमुं गृहस्थं ध्यानाच्चालयेति, ततो विद्युत्प्रभदेवेनानेकधा कृतोपसर्गोपि न चलितो ध्यानात् ततः प्रभाते मायामुपसंहृत्य प्रशस्य चाकाशगामिनी विद्या दत्ता तस्मै, कथितं च तवेयं सिद्धाऽन्यस्य च पंच- नमस्कारार्चनाराधनविधिना सेत्स्यतीति सोमदत्तपुष्पबटुकेन चैकदा जिनदत्तश्रेष्ठी पृष्टः क्व भवान् प्रातरेवोत्थाय व्रजतीति तेनोक्तमकृत्रिमचैत्यालयवंदनाभक्तिं कर्तुं व्रजामि

કથા ૧ : અંજનચોર

ધન્વંતરી અને વિશ્વલોમ (બંને) સુકૃત કર્મને લીધે અમિતપ્રભ અને વિદ્યુત્પ્રભ (નામના) બે દેવ થયા. તેઓ એક બીજાના ધર્મની પરીક્ષા કરવા માટે અહીં આવ્યા પછી તે બંનેએ યમદગ્નિને તપથી ચલિત કર્યા.

મગધ દેશમાં રાજગૃહ નગરમાં જિનદત્ત શેઠ ઉપવાસ કરી કૃષ્ણચૌદશની રાત્રે સ્મશાનમાં કાયોત્સર્ગમાં સ્થિત જોવામાં આવ્યા ત્યારે અમિતપ્રભદેવે (વિદ્યુતપ્રભદેવને) કહ્યું ઃ ‘‘મારા મુનિઓ તો દૂર રહો, (એમની તો શી વાત!) પરંતુ આ ગૃહસ્થને (જિનદત્તને) તમે ધ્યાનથી ચલિત કરો.’’

પછી વિદ્યુત્પ્રભદેવે અનેક પ્રકારે (તેના ઉપર) ઉપસર્ગો કર્યા છતાં તેને ધ્યાનથી ચલિત કરી શક્યા નહિ; પછી તેણે સવારે માયા સંકેલીને તેનીજિનદત્તની પ્રશંસા કરી અને તેને આકાશગામિની વિદ્યા આપી કહ્યુંઃ

‘‘તને આ (વિદ્યા) સિદ્ધ થઈ ચુકી છે અને અન્યને પંચનમસ્કારની અર્ચના અને આરાધનાની વિધિથી તે સિદ્ધ થશે.’’

એક દિવસે સોમદત્તપુષ્પના બટુકે જિનદત્ત શેઠને પૂછ્યુંઃ ‘‘આપ સવારમાં જ ઊઠીને ક્યાં જાઓ છો?’’

તેણે કહ્યુંઃ ‘‘અકૃત્રિમ ચૈત્યાલયોની ભક્તિ કરવા માટે જાઉં છું. મને આવી વિદ્યાની પ્રાપ્તિ થઈ છે.’’ १. स्वकृत घ० २. जमदग्नि घ० ३. तस्मै नास्ति ध पुस्तके