Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 44 of 315
PDF/HTML Page 68 of 339

 

૫૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

ममेत्थं विद्यालाभः संजात इति कथिते तेनोक्तं मम विद्यां देहि, येन त्वया सह पुष्पादिकं गृहीत्वा वंदनाभक्तिं करोमीति ततः श्रेष्ठिना तस्योपदेशो दत्तः तेन च कृष्णचतुर्दश्यां स्मशाने वटवृक्षपूर्वशाखायामष्टोत्तरशतपादं दर्भशिक्यं बन्धयित्वा तस्य तले तीक्ष्णसर्वशस्त्राण्यूर्ध्वमुखानि धृत्वा गंधपुष्पादिकं दत्वा शिक्यमध्ये प्रविश्य षष्ठोपवासेन पंचनमस्कारानुच्चार्यं छुरिकयैकैकं पादं छिंतदाऽधो जाज्वल्यमानप्रहरणसमूहमालोक्य भीतेन तेन संचिंतितंयदि श्रेष्ठिनो वचनमसत्यं भवति तदा मरणं भवतीति शंकितमना वारंवारं चटनोत्तरणं करोति एतस्मिन् प्रस्तावे प्रजापालस्य राज्ञः कनकाराज्ञीहारं दृष्ट्वांजनसुंदर्या विलासिन्या रागावागर्तोजनचोरो भणितः यदि मे कनकाराज्ञ्या हारं ददासि तदा भर्त्ता त्वं नान्यथेति ततो गत्वा रात्रौ हारं चोरयित्वांऽजनचोर आगच्छन् हारोद्योतेन ज्ञातोंऽगरक्षैः कोट्टपालैश्च ध्रियमाणो हारं त्यक्त्वा प्रणश्य गतः, वटतले बटुकं दृष्ट्वा तस्मान्मंत्रं गृहीत्वा

શેઠથી એમ કહેવામાં આવતાં, તેણે (બટુકે) કહ્યુંઃ ‘‘મને પણ આ વિદ્યા આપો જેથી હું તમારી સાથે પુષ્પાદિ લઈને વંદનાભક્તિ કરું.’’

પછી શેઠે તેને ઉપદેશ આપ્યો. (પછી શેઠે તેને વિદ્યા સિદ્ધ કરવાની વિધિ બતાવી.)

તેણે (બટુકે) કાળીચૌદશની રાત્રે સ્મશાનમાં વડના વૃક્ષની પૂર્વશાખામાં એકસો આઠ પાદવાળું (દોરીવાળું) દર્ભનું શીકું બાંધીને તેની નીચે બધા પ્રકારનાં તીક્ષ્ણ શસ્ત્રો ઊર્ધ્વમૂખે રાખ્યાં, પછી ગંધપુષ્પાદિ લઈને, શીકામધ્યે તેણે પ્રવેશ કર્યો. છઠ્ઠા ઉપવાસે પંચ નમસ્કારો ઉચ્ચારીને છરી વડે એક એક પાદને છેદતાં તેણે (નીચે) ચળકતાં હથિયારોના સમૂહને જોઈ ભયભીત થઈ વિચાર્યુંઃ

‘‘જો શેઠનું વચન અસત્ય નીવડે તો મરણ નીપજે.’’ એ પ્રમાણે મનમાં વિચારીનેશંકા લાવીને તે વારંવાર ચઢ-ઊતર કરે છે. તે સમય દરમિયાન પ્રજાપાલ રાજાની કનકરાણીનો હાર જોઈને અંજનની સુંદરી વિલાસિનીએ રાત્રે આવેલા અંજનચોરને કહ્યુંઃ

‘‘જો તું મને કનકરાણીનો હાર આપે તો તું મારો ધણી, નહિ તો નહિ.’’ પછી જઈને રાત્રે હાર ચોરીને અંજનચોર જ્યારે આવતો હતો, ત્યારે હારના પ્રકાશથી અંગરક્ષકોએ અને કોટવાળોએ તેને ઓળખ્યો અને પકડવા જતાં તે (ચોર) હારને १. गृहीष्यमाणः इति पाठांतरम्