Ratnakarand Shravakachar (Gujarati). KaThA 2 : anantmati.

< Previous Page   Next Page >


Page 45 of 315
PDF/HTML Page 69 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૫૫

निःशंकितेन तेन विधिनैकवारेण सर्वशिक्यं छिन्नं शस्त्रोपरि पतितः सिद्धया विद्यया भणितंममादेशं देहीति तेनोक्तंजिनदत्तश्रेष्ठिपार्श्वे मां नयेति ततः सुदर्शनमेरुचैत्यालये जिनदत्तस्याग्रे नीत्वा स्थितः पूर्ववृत्तांतं कथयित्वा तेन भणितं यथेयं सिद्धा भवदुपदेशेन तथा परलोकसिद्धावप्युपदेहीति ततश्चारणमुनिसन्निधौ तपो गृहीत्वा कैलासे केवलमुत्पाद्य मोक्षं गतः ।।।।

निःकांक्षितत्त्वेऽनंतमतीदृष्टांतोऽस्याः कथा

अंगदेशे चंपानगर्य्यां राजा वसुवर्धनो राज्ञी लक्ष्मीमती श्रेष्ठी प्रियदत्तस्तद्भार्या अंगवती पुत्र्यनंतमती नंदीश्वराष्टम्यां श्रेष्ठिना धर्मकीर्त्याचार्यपादमूलेऽष्टदिनानि ब्रह्मचर्यं गृहीतं क्रीडयाऽनंतमती च ग्राहिता अन्यदा संप्रदानकालेऽनंतमत्योक्तंतात ! मम त्वया ત્યજીને નાસી ગયો. વડની નીચે બટુકને જોઈને તેની પાસેથી મંત્ર ગ્રહણ કરીને નિઃશંક થઈ તેણે વિધિપૂર્વક એકીવખતે શીકાને છેદી નાખ્યું અને શસ્ત્રો ઉપર પડવા જતાં તે વિદ્યા સિદ્ધ થઈ. સિદ્ધ થયેલી વિદ્યાએ કહ્યુંઃ ‘‘મને આદેશ આપો.’’

તેણે (ચોરે) કહ્યુંઃ ‘‘મને જિનદત્ત શેઠની પાસે લઈ જા.’’ પછી સુદર્શન મેરુના ચૈત્યાલયમાં જિનદત્ત શેઠની બાજુમાં લઈ જઈને તેને ખડો કરવામાં આવ્યો. પૂર્વવૃત્તાંત કહીને તેણે (ચોરે) કહ્યુંઃ ‘જેમ આ વિદ્યા તમારા ઉપદેશથી સિદ્ધ થઈ તેમ પરલોકની સિદ્ધિના વિષયમાં ઉપદેશ આપો.’’

પછી ચારણમુનિની સમીપમાં તપ ગ્રહણ કરી કૈલાસ (પર્વત) ઉપર કેવળજ્ઞાન ઉત્પન્ન કરી તે (ચોર) મોક્ષે ગયો. ૧.

નિઃકાંક્ષિતપણામાં અનંતમતીનું દ્રષ્ટાંત છે તેની કથા

કથા ૨ : અનંતમતી

અંગ દેશમાં ચંપાનગરીમાં વસુવર્ધન રાજા હતો. તેની રાણીનું નામ લક્ષ્મીવતી હતું. (ત્યાં) પ્રિયદત્ત શેઠ હતો, તેની સ્ત્રીનું નામ અંગવતી અને પુત્રીનું નામ અનંતમતી હતું. નંદીશ્વર અષ્ટાહ્નિકામાં શેઠે ધર્મકીર્તિ આચાર્યના પાદમૂલમાં આઠ દિવસ માટે બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું અને શેઠે રમતમાં અનંતમતીને પણ બ્રહ્મચર્યવ્રત લેવડાવ્યું. એક વખતે સંપ્રદાન १. धृत इत्यन्यत्र