Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 46 of 315
PDF/HTML Page 70 of 339

 

૫૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

ब्रह्मचर्यं दापितमतः किं विवाहेन ? श्रेष्ठिनोक्तं क्रीडया मया ते ब्रह्मचर्यं दापितं ननु तात ! धर्मे व्रते का क्रीडा ननु पुत्रि ! नंदीश्वराष्टदिनान्येव व्रतं तव न सर्वदा दत्तं सोवाच ननु तात ! तथा भट्टारकैरविवक्षितत्वादिति इह जन्मनि परिणयने मम निवृत्तिरस्तीत्युक्त्वा सकलकलाविज्ञानशिक्षां कुर्वती स्थिता यौवनभरे चैत्रे निजोद्याने आंदोलयंती विजयार्धदक्षिणश्रेणिक न्नरपुरविद्याधरराजेन कुंडलमंडितनाम्ना सुकेशीनिजभार्यया सह गगनतले गच्छता दृष्टा किमनया विना जीवितेनेति संचित्य भार्यां गृहे धृत्वा शीघ्रमागत्य विलपंती तेन सा नीता आकाशे गच्छता भार्यां दृष्ट्वा भीतेन पर्णलघुविद्याः समर्प्य महाटव्यां કાળે (તેને લગ્નમાં આપવાના સમયેકન્યાદાન સમયે) અનંતમતીએ કહ્યુંઃ ‘‘પિતાજી! તમે મને બ્રહ્મચર્ય અપાવ્યું છે, તો વિવાહની શી જરૂર છે?’’

શેઠે કહ્યુંઃ ‘‘મેં તો રમતમાં તને બ્રહ્મચર્ય અપાવ્યું છે.’’ ‘‘ખરેખર પિતાજી! ધાર્મિક વ્રતમાં રમત કેવી?’’ અનંતમતીએ પૂછ્યું. શેઠ કહેઃ ‘‘ખરેખર, પુત્રી! નંદીશ્વરના આઠ દિવસ સુધી જ તારું તે વ્રત હતું, સદા માટે તે આપ્યું નથી.’’

તેણે (અનંતમતીએ) કહ્યુંઃ ‘‘પિતાજી! ભટ્ટારકનો (આચાર્યનો) તેમ કહેવાનો હેતુ ન હતો. આ જન્મમાં પરણવાની બાબતમાં મને નિવૃત્તિ છે, (આ જન્મમાં મને પરણવાનો ત્યાગ છે.)’’

આમ કહીને તે સર્વ કલા અને વિદ્યાનું શિક્ષણ લેતી રહી. યૌવનપૂર્ણ ચૈત્રમાસમાં પોતાના બગીચામાં તે હિંચકા ખાતી હતી. વિજ્યાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણીના કિન્નરપુરના કુંડલમંડિત નામના વિદ્યાધર રાજાએ પોતાની સ્ત્રી સુકેશી સાથે આકાશમાં જતાં તેને (અનંતમતીને) જોઈ.

‘‘આના વિના જીવવાનું શું પ્રયોજન?’’ એમ વિચારીને પોતાની સ્ત્રીને ઘેર મૂકીને જલદી પાછા આવી તે વિદ્યાધર રાજા વિલાપ કરતી તેને (અનંતમતીને) લઈ ગયો. આકાશે જતાં પોતાની સ્ત્રીને જોઈને ભયભીત થઈને તેણે (વિદ્યાધરે) પર્ણલઘુવિદ્યા સમર્પણ કરીને (પાંદડા સમાન હળવી થઈ જાઓ એવી વિદ્યા અજમાવીને) ઉપરથી અનંતમતીને १. विद्यायाः घ०