કહાનજૈનશાસ્ત્રમાળા ]
मुक्ता । तत्र च तां रुदन्तीमालोक्य भीमनाम्ना भिल्लराजेन निजपल्लिकायां नीत्वा प्रधानराज्ञीपदं तव ददामि मामिच्छेति भणित्वा रात्रावनिच्छतीं भोक्तुमारब्धा । व्रतमाहात्म्येन वनदेवतया तस्य ताडनाद्युपसर्गः कृतः । देवता काचिदियमिति भीतेन तेनावासितसार्थ- पुष्पकनाम्नः सार्थवाहस्य समर्पिता । सार्थवाहो लोभं दर्शयित्वा परिणेतुकामो न तया वाञ्छितः । तेन चानीयायोध्यायां कामसेनाकुट्टिन्याः समर्पिता, कथमपि वेश्या न जाता । ततस्तया सिंहराजस्य राज्ञो दर्शिता तेन च रात्रौ हठात् सेवितुमारब्धा । नगरदेवतया तद्व्रतमाहात्म्येन तस्योपवर्गः कृतः । तेन च भीतेन गृहान्निः सारिता । रुदती सखेदं सा कमलश्रीक्षांतिकया१ श्राविकेति मत्वाऽतिगौरवेण धृता । अथानंतमतीशोकविस्मरणार्थं મહાઅરણ્યમાં છોડી દીધી. ત્યાં તેને રડતી જોઈને ભીમ નામનો ભીલોનો રાજા તેને પોતાના સ્થાને લઈ ગયો અને ‘તું મને ચાહ (પ્રેમ કર), હું તને મારી પટરાણી બનાવીશ’ — એમ કહીને રાત્રે તેની ઇચ્છા ન હોવા છતાં તેને ભોગવવાની ચેષ્ટા શરૂ કરી. વ્રતના પ્રભાવથી – માહાત્મ્યથી વનદેવતાએ તેના (ભીલરાજના) ઉપર તાડનાદિ ઉપસર્ગ કર્યો.
‘આ કોઈ દેવતા (દેવી) છે’ એમ જાણી ભયભીત થઈને તેણે (તે ભીલ રાજાએ) ત્યાં મુકામ નાખેલા વણજારાઓના કાફલાના પ્રમુખ પુષ્પક નામના સાર્થવાહને અનંતમતી સોંપી દીધી.
સાર્થવાહે લોભ – લાલચ બતાવીને તેની સાથે પરણવાની ઇચ્છા કરી; પરંતુ તેણે (અનંતમતીએ) તેની ઇચ્છા સ્વીકારી નહિ. આથી તેણે તેને અયોધ્યામાં લાવીને કામસેના નામની કુટણી (વેશ્યા)ને સોંપી. કામસેનાએ તેને વેશ્યા બનાવવા માંગી, પરંતુ તે કોઈપણ રીતે વેશ્યા બની નહિ, પછી તેણે (કામસેનાએ) અનંતમતીને સિંહરાજ નામના રાજાને બતાવી. રાત્રે તે રાજાએ બળજબરીથી તેનું સેવન કરવા પ્રારંભ કર્યો, પણ નગરદેવતાએ તેના વ્રતના માહાત્મ્યથી તેના (રાજા) ઉપર ઉપસર્ગ કર્યો. તેથી તે (રાજા) ભયભીત થયો અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. સખેદ રડતી એવી તેને જોઈને કમલશ્રી નામની ક્ષાન્તિકા (ક્ષુલ્લિકા)એ ‘‘આ (કોઈ) શ્રાવિકા છે’’, એમ માનીને અતિ ગૌરવથી (ઘણા માનભેર) પોતાની પાસે રાખી.
પછી અનંતમતીનો શોક ભુલાવવા માટે બહુ સાથીઓ સાથે પ્રિયદત્ત શેઠ વંદના – १. कंतिका घ० ।