૫૮ ]
प्रियदत्तश्रेष्ठी बहुसहायो वंदनाभक्तिं कुर्वन्नयोध्यायां गतो निजश्यालकजिनदत्तश्रेष्ठिनो गृहे संध्यासमये प्रविष्टो रात्रौ पुत्रीहरणवार्तां कथितवान् । प्रभाते तस्मिन् वंदनाभक्तिं कर्तुं गते अतिगौरवितप्राधूर्णकनिमित्तं रसवतीं कर्तुं गृहे चतुष्कं दातुं कुशला कमलश्रीक्षांतिका१ श्राविका जिनदत्तभार्या आकारिता । सा च सर्वं कृत्वा वसतिकां गता । वंदनाभक्तिं कृत्वा आगतेन प्रियदत्तश्रेष्ठिना चतुष्कमालोक्यानंतमतीं स्मृत्वा गह्वरितहृदयेन गद्गदितवचनेनाश्रुपातं कुर्वता भणितं — यया गृहमंडनं कृतं तां मे दर्शयेति । ततः सा आनीता तयोश्च मेलापके जाते जिनदत्तश्रेष्ठिना च महोत्सवः कृतः । अनंतमत्या चोक्तं तात ! इदानीं मे तपो दापय, द्रष्टमेकस्मिन्नेव भवे संसारवैचित्र्यमिति । ततः कमलश्रीक्षांतिकापार्श्वे२ तपो गृहीत्वा बहुना कालेन विधिना मृत्वा तदात्मा सहस्रारकल्पे देवो जातः ।।२।। ભક્તિ કરતો કરતો અયોધ્યામાં આવ્યો અને પોતાના સાળા જિનદત્ત શેઠના ઘરમાં સંધ્યા સમયે પ્રવેશ કર્યો. રાત્રે તેણે (પ્રિયદત્ત શેઠે) પુત્રીના હરણની વાત કહી, જ્યારે તે સવારે વંદના – ભક્તિ કરવા ગયો ત્યારે બહુમાનીતા મહેમાનના નિમિત્તે (ઘરની) શોભા કરવા માટે ઘેર સાથિયો કરવા માટે કુશળ એવી કમલશ્રી ક્ષાન્તિકાની શ્રાવિકાને જિનદત્ત શેઠની સ્ત્રીએ બોલાવી. તે (શ્રાવિકા) સાથિયા પૂરીને પોતાને આવાસે પાછી ગઈ.
વંદના – ભક્તિ કરીને આવેલા પ્રિયદત્ત શેઠને સાથિયા જોઈને અનંતમતી યાદ આવી અને ઊંડા હૃદયે (પીડિત હૃદયે) ગદ્ગદિત વચન સાથે રડતાં રડતાં તેણે કહ્યુંઃ
‘‘જેણે આ ઘરની શોભા કરી છે, (સાથિયા પૂર્યા છે) તેને મને બતાવો.’’ પછી તેને (અનંતમતીને) લાવવામાં આવી. તે બંનેનો મેળાપ થતાં જિનદત્ત શેઠે મહોત્સવ કર્યો.
અનંતમતીએ કહ્યુંઃ ‘‘પિતાજી! હવે મને તપ અપાવો, કારણ કે આ જ ભવમાં મેં સંસારની વિચિત્રતા જોઈ છે.’’
પછી કમલશ્રી ક્ષાન્તિકા – ક્ષુલ્લક – અર્જિકા પાસે તપ – દીક્ષા ગ્રહણ કરી લાંબા કાળે વિધિપૂર્વક મરીને તેનો આત્મા સહસ્રાર સ્વર્ગમાં દેવ થયો. ૨. १ – २ कंतिका घ० ।