કહાનજૈનશાસ્ત્રમાળા ]
एकदा सौधर्मेन्द्रेण जिनसभायां सम्यक्त्वगुणं व्यावर्णयता भरते १वत्सदेशे रौरकपुरे उद्दायनमहाराजस्य निर्विचिकित्सितगुणः प्रशंस्तिस्तं परीक्षितुं वासवदेव उदुंबरकुष्ठकुथितं मुनिरूपं विकृत्य तस्यैव हस्तेन विधिना स्थित्वा सर्वमाहारं जलं च मायया भक्षयित्वातिदुर्गंधं बहुवमनं कृतवान् । दुर्गंधभयान्नष्टे परिजने प्रतीच्छतो राज्ञस्तद्देव्याश्च प्रभावत्या उपरि छर्दितं, हाहा ! विरुद्ध आहारो दत्तो मयेत्यात्मानं निंदयतस्तं च प्रक्षालयतो मायां परिहृत्य प्रकटीकृत्य पूर्ववृत्तान्तं कथयित्वा प्रशस्य च तं, स्वर्गं गतः । उद्दायनमहाराजो वर्धमानस्वामिपादमूले तपोगृहीत्वा मुक्तिं गतः । प्रभावती च तपसा ब्रह्मस्वर्गे देवो बभूव ।।३।।
નિર્વિચિકિત્સિત અંગમાં ઉદ્દાયન રાજાનું દ્રષ્ટાંત છે. તેની કથા —
એક દિવસ સૌધર્મ ઇન્દ્રે પોતાની સભામાં સમ્યક્ત્વ ગુણનું વર્ણન કરતાં ભરતમાં વત્સ દેશમાં રૌરકપુરમાં (રહેતા) ઉદ્દાયન મહારાજના નિર્વિચિકિત્સિત ગુણની પ્રશંસા કરી, તેની પરીક્ષા કરવા માટે વાસવદેવે વિક્રિયાથી ઉદુમ્બર કોઢથી પીડાતું મુનિરૂપ ધારણ કરી તેના જ મહેલમાં વિધિપૂર્વક રહીને માયાથી સર્વ આહાર – પાણીનું ભક્ષણ કરી, અતિ દુર્ગંધભરી બહુ ઊલટી કરી (વમન કર્યું), દુર્ગંધના ભયથી જ્યારે સેવકવર્ગ ભાગી ગયો ત્યારે રાજા ઉદ્દાયન પોતાની રાણી પ્રભાવતી સાથે મુનિની પરિચર્યા કરતો રહ્યો. તે વખતે મુનિએ તે બંને ઉપર ઊલટી કરી.
ત્યારે પણ ‘હાય હાય! મારા દ્વારા વિરુદ્ધ આહાર લેવાઈ ગયો’ એમ જ્યારે તે રાજા પોતાની નિન્દા કરતો હતો અને મુનિનું પ્રક્ષાલન કરતો હતો, ત્યારે દેવ પોતાની માયાને અળગી કરીને અસલી રૂપમાં પ્રગટ થયા અને પૂર્વવૃત્તાંત કહીને તેની પ્રશંસા કરીને સ્વર્ગે ચાલ્યા ગયા.
ઉદ્દાયન મહારાજ વર્ધમાન સ્વામીના પાદમૂલમાં તપ ગ્રહણ કરીને મુક્તિ પામ્યા અને પ્રભાવતીનો આત્મા તપથી બ્રહ્મસ્વર્ગમાં દેવ થયો. ૩. १. कच्छदेशे क, ग, घ० ।