Ratnakarand Shravakachar (Gujarati). KaThA 4 : revatirANi.

< Previous Page   Next Page >


Page 50 of 315
PDF/HTML Page 74 of 339

 

૬૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

विजयार्धदक्षिणश्रेण्यां मेघकूटे नगरे राजा चन्द्रप्रभः चन्द्रशेखरपुत्राय राज्यं दत्वा परोपकारार्थं वन्दनाभक्त्यर्थं च कियतीर्विद्या दधानो दक्षिणमथुरायां गत्वा गुप्ताचार्यसमीपे क्षुल्लको जातः तेनैकदा वन्दनाभक्त्यर्थमुत्तरमथुरायां चलितेन गुप्ताचार्यः पृष्टः किं कस्य कथ्यते ? भगवतोक्तं सुव्रतमुनेर्वन्दना वरुणराजमहाराज्ञीरेवत्या आशीर्वादश्च कथनीयः त्रिपृष्टेनापि तेन एतावदेवोक्तं ततः क्षुल्लकेनोक्तं भव्यसेनाचार्यस्यैकादशांगधारिणोऽन्येषां च नामापि भगवान् न गृह्णाति तत्र किंचित्कारणं भविष्यतीति सम्प्रधार्य तत्र गत्वा सुव्रतमुनेर्भट्टारकीयां वन्दनां कथयित्वा तदीयं च विशिष्टं वात्सल्यं दृष्ट्वा भव्यसेनवसतिकां गतः तत्र गतस्य च भव्यसेनेन संभाषणमपि न कृतं कुण्डिकां गृहीत्वा, भव्यसेनेन सह बहिर्भूमिं गत्वा विकुर्वणया हरितकोमलतृणांकुरच्छन्नो मार्गोऽग्रे दर्शितः तं दृष्ट्वा ‘‘आगमे

અમૂઢદ્રષ્ટિપણામાં રેવતીરાણીનું દ્રષ્ટાંત છે તેની કથા

કથા ૪ : રેવતીરાણી

વિજયાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણીમાં મેઘકૂટ નગરમાં ચંદ્રપ્રભ રાજાએ પુત્ર ચંદ્રશેખરને રાજ્ય આપીને પરોપકાર માટે તથા વંદનાભક્તિ માટે કેટલીક વિદ્યાઓ ધારણ કરતો થકો, દક્ષિણ મથુરામાં ગયો ત્યાં ગુપ્તાચાર્યની સમીપે ક્ષુલ્લક થયો. તેણે એક દિવસ વંદનાભક્તિ માટે ઉત્તર મથુરા જતાં ગુપ્તાચાર્યને પૂછ્યુંઃ ‘‘શું કોઈને કાંઈ કહેવાનું છે?’’

ભગવાન ગુપ્તાચાર્યે કહ્યુંઃ ‘‘સુવ્રત મુનિને વંદના અને વરુણ રાજાની મહારાણી રેવતીને આશીર્વાદ કહેવા યોગ્ય છે.’’

ત્રણ વખત પૂછવા જતાં તેમણે એટલું જ કહ્યું, પછી તે ક્ષુલ્લકે કહ્યુંઃ ‘‘અગિયાર અંગધારી ભવ્યસેનાચાર્ય અને બીજાઓનું નામ પણ તેઓ લેતા નથી, તો ત્યાં કાંઈ કારણ હશે.’’

આમ વિચારી (ક્ષુલ્લક) ત્યાં જઈને સુવ્રત મુનિને મુનિરાજ ભટ્ટારકની વંદના કહીને અને તેમનું વિશિષ્ટ વાત્સલ્ય જોઈને ભવ્યસેનના રહેઠાણે ગયો. ત્યાં ગયો ત્યારે તેની સાથે ભવ્યસેને સંભાષણ પણ ન કર્યું.

કમંડળ લઈને ભવ્યસેન સાથે બહારભૂમિએ (જંગલ) જઈ વિક્રિયાથી, લીલા કોમળ १. कथते ख २. त्रिःपृष्टेनाप्येतावदेनोक्तं ध० ३. ‘च’ नास्ति घ पुस्तके