Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 51 of 315
PDF/HTML Page 75 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૬૧

किलैते जीवाः कथ्यन्ते’’ इति भणित्वा तत्रारुचिं कृत्वा तृणोपरि गतः शौचसमये कुण्डिकायां जलं नास्ति तथा विकृतिश्च क्वापि न दृश्यतेऽतोऽत्र स्वच्छसरोवरे प्रशस्तमृत्तिकया शौचं कृतवान् ततस्तं मिथ्यादृष्टिं ज्ञात्वा भव्यसेनस्याभव्यसेननाम कृतं ततोऽन्यस्मिन् दिने पूर्वस्यां दिशि पद्मासनस्थं चतुर्मुखं यज्ञोपवीताद्युपेतं देवासुरवन्द्यमानं ब्रह्मरूपं दर्शितं तत्र राजादयो भव्यसेनादयश्च जना गताः रेवती तु कोऽयं ब्रह्मनाम देवः इति भणित्वा लोकैः प्रेर्यमाणापि न गता एवं दक्षिणस्यां दिशि गरुडारूढं चतुर्भुजं च गदाशंखादिधारकं वासुदेवरूपं पश्चिमायां दिशि वृषभारूढं सार्धचंद्रजटाजूटगौरीगणोपेतं शंकररूपं उत्तरस्यां दिशि समवसरणमध्ये प्रातिहार्याष्टकोपेतं सुरनरविद्याधरमुनिवृन्दवन्द्यमानं पर्यंकस्थितं तीर्थंकरदेवरूपं दर्शितं तत्र च सर्वलोका गताः रेवती तु लोकैः प्रेर्यमाणापि न गता नवैव वासुदेवाः, एकादशैव रुद्राः, चतुर्विंशतिरेव तीर्थंकरा जिनागमे कथिताः ते તૃણાંકુર વડે આચ્છાદિ માર્ગ બતાવ્યો. તે જોઈને ‘‘આગમમાં ખરેખર તેને જીવ કહ્યા છે.’’ એમ કહીને તેમાં (આગમમાં) અરુચિ બતાવી તે (ભવ્યસેન) ઘાસ ઉપર ગયો. ક્ષુલ્લકે વિક્રિયાથી કમંડળનું પાણી સુકવી નાખ્યું, શૌચના સમયે કમંડળમાં જળ નહિ અને વિકૃતિ પણ કોઈ ઠેકાણે દેખાઈ નહિ, તેથી તેણે (ભવ્યસેને) સ્વચ્છ સરોવરમાં સારી માટીથી શૌચ કર્યું. (જિનમતની ઉપેક્ષા કરે છે.) તેથી તેને મિથ્યાદ્રષ્ટિ જાણીને (ક્ષુલ્લકે) ભવ્યસેનનું અભવ્યસેન એવું નામ રાખ્યું.

પછી બીજે દિવસે પૂર્વ દિશામાં, પદ્માસને બિરાજમાન ચાર મુખવાળા યજ્ઞોપવિત આદિથી મુક્ત, દેવઅસુરોથી વંદિત બ્રહ્માનું રૂપ (માયા વિદ્યા વડે) બતાવ્યું. રાજાઓ આદિ અને તે ભવ્યસેનાદિ લોકો ત્યાં ગયા, પરંતુ ‘‘આ બ્રહ્મા નામનો દેવ કોણ છે?’’ એમ કહીને રેવતી લોકો દ્વારા પ્રેરાતી હોવા છતાં ગઈ નહિ. એ રીતે દક્ષિણ દિશામાં ગરુડ પર આરુઢ થયેલા ચાર ભુજાવાળા અને ગદાશંખાદિ ધારણ કરનાર વાસુદેવનું રૂપ બતાવ્યું અને પછી પશ્ચિમ દિશામાં બળદનંદી ઉપર બેઠેલા, જટાજૂથમાં અર્ધચંદ્ર ધારણ કરેલ અને ગૌરી તથા ગણ સહિત શંકરનું રૂપ અને ઉત્તર દિશામાં સમવસરણ મધ્યે આઠ પ્રાતિહાર્ય સહિત સુર, નર, વિદ્યાધર, મુનિવૃન્દ દ્વારા વંદિત, પર્યંક આસને સ્થિત, તીર્થંકર દેવનું રૂપ બતાવ્યું. ત્યાં પણ બધા લોકો ગયા, પરંતુ લોકો દ્વારા પ્રેરાતી હોવા છતાં રેવતી ગઈ નહિ.

‘‘જિનઆગમમાં નવ જ વાસુદેવ, અગિયાર જ રુદ્ર અને ચોવીસ જ તીર્થંકર કહ્યા १. आगमे