Ratnakarand Shravakachar (Gujarati). KaThA 5 : jinendrabhakt.

< Previous Page   Next Page >


Page 52 of 315
PDF/HTML Page 76 of 339

 

૬૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

चातीताः कोऽप्ययं मायावीत्युक्त्वा स्थिता अन्यदिने चर्यावेलायां व्याधिक्षीणशरीर- क्षुल्लकरूपेण रेवतीगृहप्रतोलीसमीपमार्गे मायामूर्च्छया पतितः रेवत्या तमाकर्ण्य भक्त्योत्थाप्य नीत्वोपचारं कृत्वा पथ्यं कारयितुमारब्धः तेन च सर्वमाहारं भुक्त्वा दुर्गन्धवमनं कृतं तदपनीय हा ! विरूपकं मयाऽपथ्यं दत्तमिति रेवत्या वचनमाकर्ण्य तोषान्मायामुपसंहृत्य तां देवीं वन्दयित्वा गुरोराशीर्वादं पूर्ववृत्तान्तं कथयित्वा लोकमध्ये तु अमूढदृष्टित्वं तस्या उच्चैः प्रशस्य स्वस्थाने गतः वरुणो राजा शिवकीर्तीपुत्राय राज्यं दत्वा तपो गृहीत्वा माहेन्द्रस्वर्गे देवो जातः रेवत्यपि तपः कृत्वा ब्रह्मस्वर्गे देवो बभूव

उपगूहने जिनेन्द्रभक्तो दृष्टान्तोऽस्य कथा

सुराष्ट्रदेशे पाटलिपुत्रनगरे राजा यशोधरो राज्ञी सुसीमा पुत्रः सुवीरः છે, તે તો થઈ ગયા છે. આ તો કોઈ માયાવી છે.’’ એમ કહીને રેવતી ઊભી રહી.

બીજા દિવસે ચર્યાના સમયે તે ક્ષુલ્લક વ્યાધિથી ક્ષીણ થયેલા શરીરવાળા ક્ષુલ્લકના રૂપમાં, રેવતીના ઘરની ખડકી સમીપે માર્ગમાં માયાવી મૂર્ચ્છા ખાઈ પડ્યો. રેવતી (તેના પડવાનો અવાજ) સાંભળીને તેને ભક્તિથી ઊઠાડીને લઈ આવી તથા જરૂરી ઉપચાર કરી તેને માફક આવે તેવો (પથ્ય) ખોરાક આપવાનું શરૂ કર્યું. તેણે (ક્ષુલ્લકે) બધો આહાર ખાઈ જઈને દુર્ગંધ ભર્યું વમન (ઊલટી) કર્યું. તે દૂર કરીને, ‘‘અરેરે, (ક્ષુલ્લકજીને) મેં અપથ્ય આહાર આપ્યો’’ એમ કહ્યું.

રેવતીનાં આવાં વચનો સાંભળીને, તેમની માયા સંકેલીને, ક્ષુલ્લકે તે દેવીને ગુરુને (પરોક્ષ) વંદન કરાવીને, તેમના આશીર્વાદ તથા પૂર્વવૃત્તાંત કહીને, લોકમાં તેના અમૂઢદ્રષ્ટિપણાની ખૂબ પ્રશંસા કરી, પોતાના સ્થાને ગયો. વરુણરાજા પોતાના પુત્ર શિવકીર્તિને રાજ્ય આપીને, તપ ગ્રહણ કરીને, માહેન્દ્ર સ્વર્ગમાં દેવ થયો. રેવતીનો આત્મા પણ તપ કરીને બ્રહ્મસ્વર્ગમાં દેવ થયો. ૪.

ઉપગૂહન અંગમાં જિનેન્દ્રભક્તનું દ્રષ્ટાંત છે તેની કથા

કથા ૫ : જિનેન્દ્રભકથા ૫ : જિનેન્દ્રભકકત

સૌરાષ્ટ્ર દેશમાં પાટલીપુત્ર નગરમાં યશોધર રાજા હતો. તેની રાણીનું નામ સુસીમા १. यशोध्वजो घ०