Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 53 of 315
PDF/HTML Page 77 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૬૩

सप्तव्यसनाभिभूतस्तथाभूततस्करपुरुषसेवितः पूर्वदेशे गौडविषये ताम्रलिप्तनगर्यां जिनेन्द्र- भक्तश्रेष्ठिनः सप्ततलप्रासादोपरि बहुरक्षकोपयुक्तपार्श्वनाथप्रतिमाछत्रत्रयोपरि विशिष्टतरानर्घ्य- वैडूर्यमणिं पारंपर्येणाकर्ण्य लोभात्तेन सुवीरेण निजपुरुषाः पृष्टाः तं मणिं किं कोऽप्यानेतुं शक्तोऽस्तीति इन्द्रमुकुटमणिमप्यहमानयामीति गलगर्जितं कृत्वा सूर्यनामा चौरः कपटेन क्षुल्लको भूत्वा अतिकायक्लेशेन ग्रामनगरक्षोभं कुर्वाणाः क्रमेण ताम्रलिप्तनगरीं गतः तमाकर्ण्य गत्वाऽलोक्य बन्दित्वा संभाष्य प्रशस्य च क्षुभितेन जिनेन्द्रभक्तश्रेष्ठिना नीत्वा पार्श्वनाथदेवं दर्शयित्वा मायया अनिच्छन्नपि स तत्र मणिरक्षको धृतः एकदा क्षुल्लकं पृष्ट्वा श्रेष्ठी समुद्रयात्रायां चलितो नगराद्बहिर्निर्गत्य स्थितः स चौरक्षुल्लको गृहजनमुपकरण- नयनव्यग्रं ज्ञात्वा अर्धरात्रे तं मणिं गृहीत्वा चलितः मणितेजसा मार्गे कोट्टपालैर्दृष्टो धर्तुमारब्धः तेभ्यः पलायितुमसमर्थः श्रेष्ठिन एव शरणं प्रविष्टो मां रक्ष रक्षेति चोक्तवान् હતું. તેમને સુવીર નામનો પુત્ર હતો. તે સાત વ્યસનોમાં ચકચૂર હતો અને તેવા (વ્યસની) ચોર લોકો તેને સેવતા હતા.

પૂર્વદેશમાં ગૌડદેશ વિભાગમાં તામ્રલિપ્ત નગરીમાં જિનેન્દ્રભક્ત શેઠના સાતમાળના મહેલની ઉપર બહુ રક્ષકોથી ઉપયુક્ત (રક્ષિત) પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં ત્રણ છત્રો ઉપર વિશિષ્ટતર અમૂલ્ય વૈડૂર્યમણિ જડેલા છે. એ સંબંધી કર્ણોપકર્ણ (પરંપરાથી) સાંભળીને, લોભથી તે સુવીરે પોતાના માણસોને પૂછ્યુંઃ

‘‘શું તે મણિ લાવવાને કોઈ સમર્થ છે?’’ ‘‘ઇન્દ્રના મુગટના મણિને પણ હું લાવી આપું.’’ એમ ગળું ખોંખારી સૂર્ય નામનો ચોર કપટથી ક્ષુલ્લક બની અતિશય કાયકલેશથી ગામડાં અને નગરોમાં ક્ષોભઆનંદમય (ખળભળાટ) મચાવતો ક્રમથી તામ્રલિપ્ત નગરીમાં ગયો. તેના વિષે સાંભળીને, (ત્યાં) જઈને, જોઈને, (તેને) વંદન કરીને, તેની સાથે જિનેન્દ્રશેઠે વાતચીત કરી, તેની પ્રશંસા કરી. તથા ક્ષોભ પામી તેને લઈ જઈને પાર્શ્વનાથ દેવને દેખાડીને માયાથી ન ઇચ્છવા છતાં પણ (માયાથી ના પાડવા છતાં પણ) તેને ત્યાં મણિના રક્ષક તરીકે રાખ્યો.

એક દિવસ ક્ષુલ્લકને કહીને શેઠ સમુદ્રની યાત્રાએ ચાલ્યો અને નગરની બહાર જઈને રહ્યો. તે ચોર ક્ષુલ્લક ઘરના માણસોને રાચરચીલું લઈ જવામાં રોકાયેલા જાણીને, મધરાતે મણિ લઈને ચાલતો થયો. મણિના તેજથી રસ્તામાં કોટવાળોએ તેને જોયો અને પકડવા પ્રયત્ન કર્યો. તેમની પાસેથી છટકવાને અસમર્થ એવા તેણે શેઠનું જ શરણું ગ્રહ્યું અને ‘મારી રક્ષા કરો, રક્ષા કરો’ એમ કહ્યું.