૬૪ ]
कोट्टपालानां कलकलामाकर्ण्य पर्यालोच्य तं चौरं ज्ञात्वा दर्शनोपहासप्रच्छादनार्थं भणितं श्रेष्ठिना मद्वचनेन रत्नमनेनानीतमिति विरूपकं भवद्भिः कृतं यदस्य महातपस्विन- श्चौरोद्धोपणा कृता । ततस्ते तस्य वचनं १प्रमाणं कृत्वा गताः । स च श्रेष्ठिना रात्रौ निर्धाटितः । एवमन्येनापि सम्यग्दृष्टिना असमर्थाज्ञानपुरुषादागतदर्शनदोषस्य प्रच्छादनं कर्तव्यं ।
मगधदेशे राजगृहनगरे राजा श्रेणिको राज्ञी चेलिनी पुत्रो वारिषेणः उत्तमश्रावकः चतुर्दश्यां रात्रौ कृतोपवासः स्मशाने कायोत्सर्गेण स्थितः । तस्मिन्नेव दिने उद्यानिकायां गतया मगधसुन्दरीविलासिन्या श्रीकीर्तिश्रेष्ठिन्या२ परिहितो दिव्यो हारो दृष्टः । ततस्तं दृष्ट्वा किमनेनालङ्कारेण विना जीवितेनेति संचिन्त्य शय्यायां पतित्वा सा स्थिता । रात्रौ समागतेन
કોટવાળોનો કલકલ અવાજ સાંભળીને અને પૂર્વાપર વિચાર કરીને ‘તે ચોર છે’, એમ જાણીને સમ્યગ્દર્શનના ઉપહાસને ઢાંકવા માટે શેઠે કહ્યુંઃ
‘‘મારા કહેવાથી જ તે એ રત્ન લાવ્યો છે. તેથી આ મહા તપસ્વીને તમે ચોર તરીકે જાહેર કર્યો, તે તમે ખોટું કર્યું.’’
પછી તેઓ (કોટવાળો) તે (શેઠનાં) વચનને સત્ય માનીને ચાલ્યા ગયા અને શેઠે તેને (ચોરને) રાત્રે કાઢી મૂક્યો. એ પ્રમાણે અન્ય સમ્યગ્દ્રષ્ટિએ પણ અસમર્થ અને અજ્ઞાન પુરુષથી થયેલા સમ્યગ્દર્શનના દોષને ઢાંકવા જોઈએ. ૫.
સ્થિતીકરણ અંગમાં વારિષેણનું દ્રષ્ટાંત છે તેની કથા —
મગધ દેશમાં રાજગૃહ નગરમાં રાજા શ્રેણિક, રાણી ચેલના તથા તેમનો પુત્ર વારિષેણ હતાં. તે ઉત્તમ શ્રાવક ચૌદશની રાત્રે ઉપવાસ કરીને સ્મશાનમાં કાયોત્સર્ગથી ઊભો રહ્યો, તે જ દિવસે બગીચામાં ગયેલી મગધસુંદરી વિલાસિનીએ શ્રીકીર્તિ શેઠાણીએ પહેરેલો દિવ્ય હાર જોયો. પછી તેને જોઈને ‘આ અલંકાર વિના જીવીને શું કરવું છે?’ એમ વિચારીને તે પથારીમાં પડી રહી. રાત્રે આવેલા, તેનામાં આસક્ત વિદ્યુત્ ચોરે તેને કહ્યુંઃ १. तस्य प्रणामं कृत्वा घ० । २. ज्येष्ठिना घ० ।