Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 55 of 315
PDF/HTML Page 79 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૬૫

तदासक्तेन विद्युच्चोरेणोक्तं प्रिये ! किमेवं स्थितासीति तयोक्तं श्रीकीर्तिश्रेष्ठिन्या हारं यदि मे ददासि तदा जीवामि त्वं च मे भर्ता नान्यथेति श्रुत्वा तां समुदीर्य अर्धरात्रे गत्वा निजकौशलेन तं हारं चोरयित्वा निर्गतः तदुद्योतेन चौरोऽयमिति ज्ञात्वा गृहरक्षकैः कोट्टपालैश्च ध्रियमाणो पलायितुमसमर्थो वारिषेणकुमारस्याग्रे तं हारं धृत्वाऽदृश्यो भूत्वा स्थितः कोट्टपालैश्च तं तथालोक्य श्रेणिकस्य कथितं देव ! वारिषेणश्चौर इति तं श्रुत्वा तेनोक्तं मूर्खस्यास्य मस्तकं गृह्यतामिति मातंगेन योऽसिः शिरोग्रहणार्थं वाहितः स कण्ठे तस्य पुष्पमाला बभूव तमतिशयमाकर्ण्य श्रेणिकेन गत्वा वारिषेणः क्षमां कारितः लब्ध्वाभयप्रदानेन विद्युच्चौरेण राज्ञो निजवृत्तान्ते कथिते वारिषेणो गृहे नेतुमारब्धः तेन चोक्तं मया पाणिपात्रे भोक्तव्यमिति ततोऽसौ सूरसेन मुनिसमीपे मुनिरभूत् एकदा

‘‘પ્રિયે! આમ કેમ પડી રહી છે?’’ તેણે કહ્યુંઃ ‘‘શ્રીકીર્તિ શેઠાણીનો હાર જો તું મને આપે તો હું જીવીશ અને તો જ તું મારા ભર્તા, નહિતર નહિ.’’

એ સાંભળીને તેને આશ્વાસન આપી, તે અર્ધ રાત્રે જઈને પોતાના કૌશલ્યથી તે હાર ચોરીને બહાર નીકળ્યો. તેના (હારના) પ્રકાશથી ‘આ ચોર છે’ એમ જાણીને ગૃહરક્ષકો અને કોટવાળોએ તેને પકડવા ઘેર્યો. તે નાસી જવા અસમર્થ હોઈ વારિષેણકુમારની આગળ તે હાર મૂકીને અદ્રશ્ય થઈને રહ્યો. (સંતાઈ ગયો.)

કોટવાળોએ તેને (વારિષેણને) તેવો (ચોર) જોઈને શ્રેણિકને કહ્યુંઃ ‘‘દેવ! વારિષેણ ચોર છે.’’

તે સાંભળીને તેણે (શ્રેણિકે) કહ્યુંઃ ‘‘તે મૂર્ખનું મસ્તક લાવો.’’ ચંડાળે જે તલવાર શિર લેવા માટે ચલાવી તે તેના ગળામાં ફૂલમાળા બની ગઈ. તે ચમત્કાર સાંભળી શ્રેણિકે જઈને વારિષેણની ક્ષમા માગી. અભયદાન પ્રાપ્ત કરીને જ્યારે વિદ્યુત્ ચોરે રાજાને પોતાનું વૃત્તાન્ત કહ્યું ત્યારે રાજાએ વારિષેણને ઘેર લઈ જવા કર્યું, પણ તેણે કહ્યુંઃ

‘‘મારે તો હસ્તરૂપી પાત્રમાં જ ભોજન કરવું છે (અર્થાત્ મુનિ થવું છે.) પછી તે સૂરસેન મુનિ પાસે મુનિ થયો. १. श्रेष्ठिनो हारं घ० १. सूरदेवमुनि घ०