૬૬ ]
राजगृहसमीपे पलाशकूटग्रामे चर्यायां स प्रविष्टः । तत्र श्रेणिकस्य, योऽग्निभूतिमंत्री तत्पुत्रेण पुष्पडालेन स्थापितं, चर्यां कारयित्वा स सोमिल्लां निजभार्यां पृष्ट्वा१ प्रभुपुत्रत्वाद्बालसखित्वाच्च स्तोकं मार्गानुव्रजनं कर्तुं वारिषेणेन सह निर्गतः । आत्मनो व्याघुटनार्थ क्षीरवृक्षादिकं दर्शयन् मुहुर्मुहुर्वन्दनां कुर्वन् हस्ते धृत्वा नीतो विशिष्टधर्मश्रवणं कृत्वा वैराग्यं नीत्वा तपो ग्राहितोऽपि सोमिल्लां न विस्मरति । तौ द्वावपि द्वादशवर्षाणि तीर्थयात्रां कृत्वा वर्धमानस्वामिसमवसरणं गतौ । तत्र वर्धमानस्वामिनः पृथिव्याश्च सम्बन्धगीतं देवैर्गीयमानं पुष्पडालेन२ श्रुतं । यथा
एतदात्मनः सोमिल्लायाश्च संयोज्य उत्कण्ठितश्चलितः । स वारिषेणेन ज्ञात्वा स्थिरीकरणार्थं निजनगरं नीतः । चेलिन्या तौ दृष्ट्वा वारिषेणः किं चारित्राच्चलितः
એક દિવસે તે મુનિએ રાજગૃહની નજીકમાં પલાશકૂટ ગામમાં ચર્ચા માટે પ્રવેશ કર્યો. ત્યાં શ્રેણિકનો જે અગ્નિભૂત મંત્રી હતો તેનો પુત્ર પુષ્પડાલ ચર્યા કરાવીને પોતાની સ્ત્રી સોમિલ્લાને કહીને તે માલિકનો પુત્ર તથા બાલસખા હોવાથી થોડે દૂર સુધી તેને સાથ આપવા તે વારિષેણ સાથે ગયો. મુનિ પોતે ફરીથી પધારે તે માટે ક્ષીર વૃક્ષો વગેરે બતાવતો, વારંવાર વંદના કરતો, હાથે પકડીને તેને લઈ જવામાં આવ્યા અને વિશિષ્ટ ધર્મનું શ્રવણ કરીને તે વૈરાગ્યને પ્રાપ્ત થયો. તેને તપ ગ્રહણ કરાવ્યા છતાં તે સોમિલ્લાને વિસરતો નહિ. આમ તે બંને બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરીને, વર્ધમાન સ્વામીના સમવસરણમાં ગયા. ત્યાં વર્ધમાનસ્વામી અને પૃથ્વી સંબંધી દેવો દ્વારા ગવાયેલું ગીત પુષ્પડાલે સાંભળ્યું. તે આ પ્રમાણેઃ —
અર્થ : — જ્યારે પતિ પ્રવાસે જાય છે ત્યારે સ્ત્રી ખિન્ન ચિત્ત થઈને મેલી કુચૈલી (ગંદી) રહે છે, પરંતુ જ્યારે તે ઘર છોડી ચાલ્યો જાય છે ત્યારે તે શી રીતે જીવિત રહી શકે?
આ (ગીતને) પોતાને અને સોમિલ્લાને લાગુ પાડી ઉત્કંઠિત થઈ તે ચલિત થયો. તે જાણીને તેને સ્થિર કરવા માટે વારિષેણ તેને પોતાના નગરે લઈ ગયો. ચેલનીએ તે १. दृष्ट्वा घ० । २. पुष्प लाडेन ख । ३. नाहेर वसियएण ख । ४. डज्झंगी घ० ।