૬૮ ]
आगत्योद्यानके स्थितः१ । समस्तसंघश्च वारितः २राजादिकेऽप्यायते केनापि जल्पनं न कर्तव्यमन्यथा समस्तसंघस्य नाशो भविष्यतीति । राज्ञा च ३धवलगृहास्थितेन पूजाहस्तं नगरीजनं गच्छन्तं दृष्ट्वा मंत्रिणः पृष्टाः क्वायं लोकोऽकालयात्रायां गच्छतीति । तैरुक्तं क्षपणका बहवो बहिरुद्याने आयातास्तत्रायं जनो याति । वयमपि तान् दृष्टुं गच्छाम इति भणित्वा राजापि तत्र मंत्रिसमन्वितो गतः । प्रत्येके सर्वे वन्दिताः । न च केनापि आशीर्वादो दत्तः । दिव्यानुष्ठानेनातिनिस्पृहास्तिष्ठन्तीति संचिन्त्य व्याघुटिते राज्ञि मंत्रिभिर्दुष्टाभि- प्रायैरुपहासः कृतः बलीवर्दा एते न किंचिदपि जानन्ति मूर्खा दम्भमौनेन स्थिताः । एवं ब्रुवाणैर्गच्छद्भिरग्रे चर्यां कृत्वा श्रुतसागरमुनिमागच्छन्तमालोक्योक्तं ‘‘अयं तरुणबलीवर्दः पूर्णकुक्षिरागच्छति ।’’ एतदाकर्ण्य तेन ते राजाग्रेऽनेकान्तवादेन जिताः । अकम्पनाचार्यस्य અકમ્પનાચાર્ય સાતસો મુનિઓ સહિત આવીને બગીચામાં રહ્યા.
‘‘રાજાદિ પણ આવે તોપણ કોઈની સાથે બોલવું નહિ, નહિ તો સમસ્ત સંઘનો નાશ થશે.’’ એમ સઘળા સંઘને તેઓએ મનાઈ કરી.
ધવલગૃહમાં રહેલા રાજાએ, હાથમાં પૂજાની સામગ્રી લઈને નગરના લોકોને જતા જોઈને મંત્રીઓને પૂછ્યુંઃ ‘‘આ લોકો અકાલયાત્રાએ ક્યાં જાય છે?’’
તેમણે કહ્યુંઃ ‘‘બહાર બગીચામાં બહુ મુનિઓ આવ્યા છે ત્યાં આ લોકો જાય છે.’’ ‘‘આપણે પણ તેમનાં દર્શન કરવા જઈએ,’’ એમ કહી રાજા પણ મંત્રીઓ સાથે ત્યાં ગયો. એક એક કરી સર્વેને વંદના કરી, પણ કોઈએ આશીર્વાદ આપ્યો નહિ.
‘‘દિવ્ય અનુષ્ઠાનને લીધે તેઓ અતિ નિઃસ્પૃહ છે’’ એમ માની જ્યારે રાજા પાછો ફર્યો, ત્યારે દુષ્ટ અભિપ્રાયવાળા મંત્રીઓએ ઉપહાસ (મશ્કરી) કરી કહ્યું કે —
‘‘એ મૂર્ખ બળદો કાંઈ જાણતા નથી, દંભથી મૌન ધરીને બેઠા છે.’’ આમ બોલતા બોલતા જતાં તેઓએ શ્રુતસાગર મુનિને ચર્યા કરીને આવતા જોઈને જ કહ્યુંઃ
‘‘આ તરુણ બળદ પૂરી રીતે પેટ ભરીને આવે છે.’’ આ સાંભળીને તેમણે (મુનિએ) રાજાની સામે અનેકાન્તવાદથી તેમને (મંત્રીઓને) જીતી લીધા, અને આવીને १. स्थिताः घ० । २. राजन्यकेऽप्यायाते घ० । ३. धवलगृहस्थितेन घ० ।