કહાનજૈનશાસ્ત્રમાળા ]
चागत्य वार्ता कथिता । तेनोक्तं सर्वसंघस्वया मारितः । यदि वादस्थाने गत्वा रात्रौ त्वमेकाकी तिष्ठसि तदा संघस्य जीवितव्यं तव शुद्धिश्च भवति । ततोऽसौ तत्र गत्वा कायोत्सर्गेण स्थितः । मंत्रिभिश्चातिलज्जितैः क्रुद्धै रात्रौ संघं मारयितुं गच्छद्भिस्तमेकं मुनिमालोक्य येन परिभवः कृतः स एव हंतव्य इति पर्यालोच्य तद्वधार्थं युगपच्चतुर्भिः खङ्गा उद्गूर्णाः । कंपितनगरदेवतया तथैव ते कीलिताः । प्रभाते तथैव ते सर्वलोकैर्दृष्टाः । रुष्टेन राज्ञा क्रमागता इति न मारिता गर्दभारोहणादिकं कारयित्वा देशान्निर्घाटिताः । अथ कुरुजांगलदेशे हस्ति नागपुरे राजा महापद्मो राज्ञी लक्ष्मीमती पुत्रौ पद्मो विष्णुश्च । स एकदा पद्माय राज्य दत्वा महापद्मो विष्णुना सह श्रुतसागरचंद्राचार्यस्य समीपे मुनिर्जातः । ते च बलिप्रभृतय आगत्य पद्मराजस्य मंत्रिणो जाताः । कुम्भपुरदुर्गे च सिंहबलो राजा दुर्गबलात् पद्ममण्डलस्योपद्रवं करोति । तद्ग्रहणचिन्तया पद्मं दुर्बलमालोक्य बलिनोक्तं किं देव ! दौर्बल्ये તેમણે અકમ્પનાચાર્યને વાત કહી.
અકમ્પનાચાર્યે કહ્યુંઃ ‘‘તમે સર્વ સંઘને મારી નાખ્યો. (હવે) જો વાદના સ્થળે જઈને રાત્રે તમે એકલા રહો તો સંઘ જીવશે અને તમારી શુદ્ધિ પણ થશે.’’
તેથી તેઓ ત્યાં જઈને કાયોત્સર્ગથી ઊભા રહ્યા. અતિ લજ્જિત થયેલા, ક્રોધે ભરાયેલા અને તેથી રાત્રે સંઘને મારવા જતા તે મંત્રીઓએ તે જ એકલા મુનિને જોઈને ‘જેણે આપણો પરાભવ કર્યો છે તેને હણવો જ જોઈએ,’’ એમ વિચારીને તેનો વધ કરવા માટે એકીસાથે તે ચારેયે હાથ ઉગામ્યા. કંપિત થયેલા નગરદેવતાએ તેમને તેવા જ (તેવી જ સ્થિતિમાં) સ્તંભિત કર્યા. સવારે બધા માણસોએ તેમને તેવી જ સ્થિતિમાં (સ્તંભિત) જોયા. ક્રોધે ભરાયેલા રાજાએ ‘ક્રમે (વંશપરંપરાએ) આવેલા છે’ એમ જાણી તેઓને માર્યા નહિ, પણ ગધેડા ઉપર બેસાડીને તેમને દેશ બહાર કાઢી મૂક્યા.
પછી કુરુજાંગલ દેશમાં હસ્તિનાપુરમાં મહાપદ્મ રાજા અને રાણી લક્ષ્મીવતી હતાં. તેમને પદ્મ અને વિષ્ણુ નામને બે પુત્રો હતા. એક દિવસ મહાપદ્મ રાજા પદ્મને રાજ્ય આપી વિષ્ણુ સાથે શ્રુતસાગરચંદ્ર આચાર્યની સમીપમાં મુનિ થયો અને ત્યારે તે બલિ આદિ આવીને પદ્મરાજના મંત્રીઓ થયા.
તે વખતે કુંતાપુર દુર્ગમાં સિંહબલ રાજા દુર્ગના (કિલ્લાના) બળથી પદ્મમંડળને ઉપદ્રવ કરતો હતો. તેને પકડવાની ચિંતાથી દુર્બળ થયેલા રાજાને જોઈને બલિએ કહ્યુંઃ
‘‘દેવ! દુર્બળતાનું શું કારણ છે?’’