૭૦ ]
कारणमिति । कथितं च राज्ञा । तच्छ्रुत्वा आदेशं याचायित्वा तत्र गत्वा बुद्धिमाहात्म्येन दुर्गं भंक्त्त्वा सिंहबलं गृहीत्वा व्याघुटयागतः । तेन पद्मस्यासौ समर्पितः । देव ! सोऽयं सिंहबल इति । तुष्टेन तेनोक्तं वांछितं वरं प्रार्थयेति । बलिनोक्तं यदा प्रार्थयिष्यामि तदा दीयतामिति । अथ कतिपयदिनेषु विहरन्तस्तेऽकम्पनाचार्यादयः सप्तशतयतस्तत्रागताः । पुरक्षोभाद्बलि- प्रभृतिभिस्तान् परिज्ञाय राजा एतद्भक्त इति पर्यालोच्य भयात्तन्मारणार्थं पद्मः पूर्वपरं प्रार्थितः सप्तदिनान्यस्माकं राज्यं देहीति । ततोऽसौ सप्तदिनानि राज्यं दत्वाऽन्तः पुरे प्रविश्य स्थितः । बलिना च आतपनगिरौ कायोत्सर्गेण स्थितान् मुनीन् वृत्यावेष्टय मण्डपं कृत्वा यज्ञः कर्तुमारब्धः । उच्छिष्टसरावच्छागादिजीवकलेवरैर्धूमैश्च मुनीनां मारणार्थमुपसर्गः कृतः । मुनियश्च द्विविधसंन्यासेन स्थिताः । अथ मिथिलानगर्यामर्धरात्रे बहिर्विनिर्गत- श्रुतसागरचन्द्राचार्येण आकाशे श्रवणनक्षत्रं कम्पमानमालोक्यावधिज्ञानेन ज्ञात्वा भणितं महामुनीनां महानुपसर्गो वर्तते । तच्छ्रुत्वा पुष्पधरनाम्ना विद्याधरश्रुल्लकेन पृष्टं भगवन् ! क्व
રાજાએ જે કહ્યું તે સાંભળીને, આજ્ઞા માગીને તે (બલિ) ત્યાં ગયો અને પોતાની બુદ્ધિના પ્રભાવે દુર્ગને તોડીને સિંહબલને પકડીને પાછો આવ્યો અને પદ્મને સોંપીને કહ્યુંઃ
‘‘દેવ! એ આ સિંહબલ.’’ સંતુષ્ટ થઈને તેણે (રાજાએ) કહ્યુંઃ ‘‘તમે વાંછિત વર માગો.’’ બલિએ કહ્યુંઃ ‘‘જ્યારે માંગુ ત્યારે આપજો.’’ પછી થોડા દિવસોમાં વિહાર કરતા કરતા તે અકમ્પનાચાર્ય આદિ સાતસો મુનિઓ ત્યાં આવ્યા. શહેરમાં આનંદમય ખળભળાટ થવાથી બલિ આદિએ તેમને ઓળખ્યા. ‘રાજા તેમનો ભક્ત છે’ એમ વિચારીને ભયને લીધે તેમને મારવા માટે પદ્મ પાસે પૂર્વનું વરદાન માગ્યું કે ‘‘સાત દિવસ સુધી અમને રાજ્ય આપો.’’ પછી તે (રાજા પદ્મ) સાત દિવસ માટે રાજ્ય આપીને (પોતાના) અંતઃપુરમાં જઈને રહ્યો.
અહીં બલિએ આતપન પર્વત ઉપર કાયોત્સર્ગથી ઊભેલા મુનિઓને વાડથી ઘેરી મંડપ બનાવી યજ્ઞ કરવો શરૂ કર્યો. એઠાં વાસણ, બકરાં આદિ જીવોનાં શરીરો અને ધૂમાડાથી મુનિઓને મારવા માટે ઉપસર્ગ કર્યો. મુનિઓ બે પ્રકારનો સંન્યાસ કરીને ઊભા રહ્યા.
પછી મિથિલા નગરીમાં અર્ધરાત્રે બહાર નીકળેલા શ્રુતસાગરચંદ્રાચાર્યે આકાશમાં શ્રવણ નક્ષત્રને કંપાયમાન જોઈને અવધિજ્ઞાનથી જાણીને કહ્યુંઃ
‘‘મહામુનિઓને મોટો ઉપસર્ગ થઈ રહ્યો છે.’’