કહાનજૈનશાસ્ત્રમાળા ]
केषां मुनीनां महानुपसर्गो वर्तते ? हस्तिनापुरे अकम्पनाचार्यादीनां सप्तशतयतीनां । उपसर्गः कथं नश्यति ? धरणिभूषणगिरौ विष्णुकुमारमुनिर्विक्रियर्द्धिसम्पन्नस्तिष्ठति स नाशयति । एतदाकर्ण्य तत्समीपे गत्वा क्षुल्लकेन विष्णुकुमारस्य सर्वस्मिन् वृत्तान्ते कथिते मम किं विक्रिया ऋद्धिरस्तीति संचिन्त्य तत्परीक्षार्थं हस्तः प्रसारितः । स गिरिं भित्त्वा दूरे गतः । ततस्तां निर्णीय तत्र गत्वा पद्मराजो भणितः । किं त्वया मुनीनामुपसर्गः कारितः । भवत्कुले केनापीदृशं न कृतं । तेनोक्तं किं करोमि मया पूर्वमस्य वरो दत्त इति । तत विष्णुकुमारमुनिना वामनब्राह्मणरूपं धृत्वा दिव्यध्वनिना प्राध्ययनं कृतं । बलिनोक्तं किं तुभ्यं दीयते । तेनोक्तं भूमेः पादत्रयं देहि । ग्रहिलब्राह्मण बहुतरमन्यत् प्रार्थयेति वारं वारं लोकैर्भण्यमानोऽपि तावदेव याचते । ततो हस्तोदकादिविधिना भूमिपादत्रये दत्ते तेनैकपादो
તે સાંભળી પુષ્પધર નામના વિદ્યાધર ક્ષુલ્લકે પૂછ્યુંઃ ‘‘ભગવન્! ક્યાં ક્યા ક્યા મુનિઓને મોટો ઉપસર્ગ થઈ રહ્યો છે?’’
તેમણે કહ્યુંઃ ‘‘હસ્તિનાપુરમાં અકંપનાચાર્યાદિ સાતસો મુનિઓને ઉપસર્ગ છે.’’ ‘‘તે કેવી રીતે નાશ પામે?’’ એમ ક્ષુલ્લક દ્વારા પૂછવામાં આવતાં તેમણે કહ્યુંઃ ‘‘ધરણિભૂષણ પર્વત ઉપર વિષ્ણુકુમાર મુનિ છે. તેમને વિક્રિયા ૠદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેઓ (આ ઉપસર્ગને) દૂર કરી શકે.’’
એ સાંભળીને તેમની પાસે જઈ ક્ષુલ્લકે મુનિ શ્રી વિષ્ણુકુમારને સર્વ વૃત્તાન્ત કહ્યું. ત્યારે તેમણે કહ્યું કેઃ ‘‘શું મને વિક્રિયા ૠદ્ધિ પ્રાપ્ત થઈ છે?’’
એમ વિચારી તેની પરીક્ષા કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો, તે (હાથ) પર્વત ભેદીને દૂર ગયો. પછી તેનો નિર્ણય કરી, ત્યાં જઈ પદ્મરાજને તેણે કહ્યુંઃ ‘‘તમે મુનિઓને કેમ ઉપસર્ગ કરાવ્યો? આપના કુળમાં કોઈએ એવું કદી કર્યું નથી.’’
તેણે (રાજાએ) કહ્યુંઃ ‘‘હું શું કરું? પૂર્વે મેં વરદાન આપ્યું હતું.’’ પછી વિષ્ણુકુમારે વામન (ઠીંગણા) બ્રાહ્મણનું રૂપ બનાવીને દિવ્યધ્વનિથી (ઉત્તમ શબ્દો દ્વારા) વેદ મંત્રોનું ઉચ્ચારણ શરૂ કર્યું. બલિએ કહ્યું ‘‘તમને શું આપું?’’
તેણે કહ્યુંઃ ‘‘ભૂમિનાં ત્રણ પગલાં આપો.’’ ‘‘હે ગ્રહિલ (જક્કી) બ્રાહ્મણ! બીજું બધું માગ.’’ એમ વારંવાર લોકોએ તેને કહ્યું છતાં તેણે એટલું જ માગ્યું. પછી હાથમાં પાણી લઈ વિધિપૂર્વક જમીનનાં ત્રણ પગલાં આપ્યાં.