૭૨ ]
मेरौ दत्तो द्वितीयो मानुषोत्तरगिरौ तृतीयपादेन देवविमानादीनां क्षोभं कृत्वा बलिपृष्ठे तं पादं दत्वा बलिं वद्ध्वा मुनीनामुपसर्गो निवारितः । ततस्ते चत्वारोऽपि१ मंत्रिणः पद्मस्य भयादागत्य विष्णुकुमारमुनेरकम्पनाचार्यादीनां च पादेषु लग्नाः । ते मंत्रिणः श्रावकाश्च जाता इति ।२
हस्तिनागपुरे बलराजस्य पुरोहितो गरुडस्तत्पुत्रः सोमदत्तः तेन सकलशास्त्राणि पठित्वा अहिच्छत्रपुरे निजमामसुभूतिपार्श्वे गत्वा भणितं । माम ! मां दुर्मुखराजस्य दर्शयेत्३ । न४ च गर्वितेन तेन दर्शितः । ततो ग्रहिलो भूत्वा सभायां स्वयमेव तं दृष्ट्वा आशीर्वादं दत्वा सर्वशास्त्रकुशलत्वं प्रकाश्य मंत्रिपदं लब्धवान् । तं तथाभूतमालोक्य सुभूतिमामो यज्ञदत्तां
તેણે એક પગલું મેરુ પર્વત ઉપર મૂક્યું અને બીજું પગલું માનુષોત્તર પર્વત પર મૂક્યું અને ત્રીજા પગલાંથી દેવોના વિમાનો આદિમાં ક્ષોભ (ખળભળાટ) કરીને બલિને પીઠ પર તે પગલું દઈને બલિને બાંધીને મુનિઓનો ઉપસર્ગ નિવાર્યો.
પછી તે ચારે મંત્રીઓ પદ્મના ભયથી આવીને વિષ્ણુકુમાર મુનિ અને અકમ્પનાચાર્ય આદિના પગે પડ્યા અને શ્રાવક બન્યા. ૭.
પ્રભાવના અંગમાં વજ્રકુમારનું દ્રષ્ટાંત છે તેની કથા —
હસ્તિનાપુરમાં બળરાજને ગરુડ નામનો પુરોહિત હતો. તેનો પુત્ર સોમદત્ત હતો. બધાં શાસ્ત્રો ભણીને અહિચ્છત્રપુરમાં પોતાના મામા સુભૂતિ પાસે જઈને તેણે કહ્યુંઃ ‘‘મામા! મને દુર્મુખરાજની મુલાકાત કરાવો.’’ પણ તે અભિમાનીએ મુલાકાત ન કરાવી. તેથી તે ગ્રહિલ (જક્કી) બનીને પોતે જ સભામાં જઈને તેની મુલાકાત લીધી. તેને આશીર્વાદ આપી, સર્વ શાસ્ત્રોમાં નિપુણતા બતાવી અને મંત્રીપદ પ્રાપ્ત કર્યું. તેને આવો જોઈને સુભૂતિ મામાએ (પોતાની) પુત્રી યજ્ઞદત્તા તેની સાથે પરણાવી. १. चत्वारो मंत्रिणः पद्मश्च । २. ध पुस्तके इतोऽग्रेधिकः पाठः ‘व्यन्तरदैवेः सुघोषवीणात्रयं दत्तं विष्णुकुमारपादपूजार्थं । ३. दर्शमते ख, ग, दर्शय घ० । ४ न, ख, ग, तेन च गर्वितेन न दर्शितः घ० ।