કહાનજૈનશાસ્ત્રમાળા ]
पुत्रीं परिणेतुं दत्तवान् । एकदा तस्या गर्भिण्या१ वर्षाकाले आम्रफलभक्षणे दोहलको जातः । ततः सोमदत्तेन तान्युद्यानवने अन्वेषयता यत्राम्रवृक्षे सुमित्राचार्यो योगं गृहीतवांस्तं नानाफलैः फलितं दृष्ट्वा तस्मात्तान्यादाय पुरुषहस्ते प्रेषितवान् । स्वयं च धर्मं श्रुत्वा निर्विण्णस्तपो गृहीत्वा आगममधीत्य परिणतो भूत्वा नाभिगिरौ आतपनेन स्थितः । यज्ञदत्ता च पुत्रं प्रसूता तं वृत्तान्तं२ श्रुत्वा बंधुसमीपं गता । तस्य शुद्धिं ज्ञात्वा बन्धुभिः सह नाभिगिरिं गत्वा तमातपनस्थमालोक्यातिकोपात्तत्पादोपरि बालकं धृत्वा दुर्वचनानि दत्वा गृहं गता । अत्र प्रस्तावे दिवाकरदेवनामा विद्याधरोऽमरावतीपुर्याः पुरन्दरनाम्ना लघुभ्रात्रा राज्यान्निर्घाटितः । सकलत्रो मुनि वन्दितुमायातः । तं बालं गृहीत्वा निजभार्यायाः समर्प्य व्रजकुमार इति नाम कृत्वा गतः । स च व्रजकुमारः कनकनगरे३ विमलवाहननिजमैथुनिकसमीपे सर्वविद्यापारगो युवा च क्रमेण जातः । अथ गरुडवेगाङ्गवत्योः पुत्री पवनवेगा हेमन्तपर्वते प्रज्ञप्तिं विद्यां
એક દિવસ તેની ગર્ભવતી સ્ત્રીને વર્ષાકાલમાં (ચોમાસામાં) કેરી ખાવાનો દોહદ થયો. પછી સોમદત્તે ઉદ્યાન વનની અંદર ફળોની તપાસ કરતાં જે આમ્રવૃક્ષની નીચે સુમિત્રાચાર્યે યોગ ધારણ કર્યો હતો, તેને વિવિધ ફળોથી ચલિત જોઈ તેમાંથી (તે વૃક્ષ ઉપરથી) તે (ફળો) લઈને (કોઈ) પુરુષ સાથે મોકલી આપ્યાં અને પોતે ધર્મશ્રવણ કરીને ઉદાસીન થયો અને તપ ગ્રહણ કરીને, આગમનો અભ્યાસ કરીને બહુ પરિપક્વ બની નાભિ પર્વત ઉપર આતપન આદરીને રહ્યો.
યજ્ઞદત્તાએ પુત્રને જન્મ આપ્યો. પતિ મુનિ થવાના સમાચાર સાંભળીને તે તેના ભાઈઓ પાસે ચાલી ગઈ. તેની (પુત્રની) શુદ્ધિ જાણીને તે ભાઈઓ સાથે નાભિ પર્વત પર ગઈ અને ત્યાં તેને આતપન યોગમાં બેઠેલો જોઈ, ઘણા કોપથી તેના પગ ઉપર બાળકને રાખીને તથા દુર્વચનો કહીને તે ઘેર ગઈ.
આ દરમિયાન દિવાકરદેવ નામના વિદ્યાધરે અમરાવતી પુરીના પુરંદર નામના નાનાભાઈને રાજ્યમાંથી કાઢી મૂક્યો. તે તેની સ્ત્રી સાથે મુનિને વંદના કરવા આવ્યો. તે બાળકને લઈને પોતાની સ્ત્રીને સોંપી તેનું વજ્રકુમાર નામ પાડીને ગયો. તે વજ્રકુમાર કનકનગરમાં પોતાના મૈથુનિક (જોડિયા) ભાઈ વિમલવાહન પાસે સર્વ વિદ્યાઓમાં પારંગત થયો અને ક્રમે ક્રમે યુવાન થયો.
પછી ગરુડવેગ અને અંગવતીની પુત્રી પવનવેગા હેમન્ત પર્વત ઉપર મહાશ્રમથી १. गुर्विण्याः मूलपाठः । २. तं ख, ग, । ३. गिरौ, ख, ग कनकगिरे घ० ।