૭૪ ]
महाश्रमेण साधयन्ती पवनाकम्पितबदरीवज्रकंटकेन लोचने विद्धा । ततस्तत्पीडया चलचित्ताया विद्या न सिद्ध्यति । ततो वज्रकुमारेण च तां तथा दृष्ट्वा विज्ञानेन कण्टक उद्धृतः । ततः स्थिरचित्तायास्तस्या विद्या सिद्धा । उक्तं च तथा भवत्प्रसादेन एषा विद्या सिद्धा, त्वमेव मे भर्त्तेत्युक्त्वा परिणीतः । व्रजकुमारेणोक्तं तात ! अहं कस्य पुत्र इति सत्यं कथय, तस्मिन् कथिते मे भोजनादौ प्रवृत्तिरिति । ततस्तेन पूर्ववृत्तान्तः सर्वः सत्य एव कथितः । तमाकर्ण्य निजगुरुं दृष्टुं बन्धुभिः सह मथुरायां क्षत्रियगुहायां गतः । तत्र च सोमदत्तगुरोर्दिवाकरदेवेन बंदनां कृत्वा वृत्तान्तः कथितः । समस्तबन्धून् महता कष्टेन विसृज्य वज्रकुमारो मुनिर्जातः । अत्रान्तरे मथुरायामन्या कथा — राजा पूतिगन्धो राज्ञी उर्विला१ । सा च सम्यग्दृष्टिरतीव जिनधर्मप्रभावनायां रता । नन्दीश्वराष्टदिनानि प्रतिवर्षं जिनेन्द्ररथयात्रां त्रीन् वारान् कारयति । तत्रैव नगर्यां श्रेष्ठी सागरदत्तः श्रेष्ठिनी समुद्रदत्ता पुत्री दरिद्रा । मृते सागरदत्ते दरिद्र परगृहे પ્રજ્ઞપ્તિ વિદ્યા સાધતી હતી. પવનથી કંપિત થયેલી બદરી (બોરડી)ના વજ્રકંટકથી તેની આંખ વિંધાઈ ગઈ. તેથી તેની પીડાથી ચલિત થયેલા ચિત્તવાળી (પવનવેગા)ને વિદ્યા સિદ્ધ થઈ નહિ. પછી વજ્રકુમારે તેને તેવી જોઈને વિજ્ઞાનથી કાંટો કાઢ્યો, પછી સ્થિર ચિત્તવાળી તેને (પવનવેગાને) વિદ્યા સિદ્ધ થઈ અને તેણે કહ્યુંઃ ‘‘આપની કૃપાથી આ વિદ્યા સિદ્ધ થઈ છે, તેથી તમે જ મારા પતિ છો.’’ એમ કહીને તે તેની સાથે પરણી.
વજ્રકુમારે કહ્યુંઃ ‘‘તાત! હું કોનો પુત્ર છું? સાચું કહો. તે કહેશો તો જ ભોજનાદિમાં મારી પ્રવૃત્તિ થશે.’’
પછી તેણે બધું પૂર્વવૃત્તાંત સાચેસાચું કહ્યું. તે સાંભળીને પોતાના ગુરુનાં (પોતાના પિતાનાં) દર્શન કરવા માટે બંધુઓ સાથે મથુરામાં ક્ષત્રિય ગુફામાં ગયો. ત્યાં સોમદત્તના ગુરુને વંદના કરી, દિવાકરદેવે તેમને હકીકત કહી. મહાકષ્ટથી સમસ્ત બંધુવર્ગનું વિસર્જન કરી વજ્રકુમાર મુનિ થયો.
આ દરમિયાન મથુરામાં એક બીજી કથા (ઘટના) થઈ —
ત્યાં પૂતિગંધ રાજા હતો, તેને ઉર્વિલા રાણી હતી, તે સમ્યગ્દ્રષ્ટિ હતી અને જિનધર્મની પ્રભાવનામાં ઘણી રત રહેતી હતી. તે દર વર્ષે નંદીશ્વરના આઠ દિવસ જિનેન્દ્રની રથયાત્રા ત્રણવાર કરાવતી. તે જ નગરીમાં સાગરદત્ત શેઠ હતો, તેની શેઠાણીનું નામ સમુદ્રદત્તા હતું અને પુત્રીનું નામ દરિદ્રા હતું. સાગરદત્ત મરી ગયો ત્યારે દરિદ્રા એક १. ऊ र्वी, ग ।