કહાનજૈનશાસ્ત્રમાળા ]
निक्षिप्तसिक्थानि भक्षयन्ती चर्यां प्रविष्टेन मुनिद्वयेन दृष्टां ततो लघुमुनिनोक्तं हा ! वराकी महता कष्टेन जीवतीति । तदाकर्ण्य ज्येष्ठमुनिनोक्तं अत्रैवास्य राज्ञः पट्टराज्ञी वल्लभा भविष्यतीति । भिक्षां भ्रमता धर्मश्रीवंदकेन तद्वचनमाकर्ण्य नान्यथा मुनिभाषितमिति संचिन्त्य स्वविहारे तां नीत्वा मृष्टाहारैः१ पोषिता । एकदा यौवनभरे चैत्रमासे आन्दोलयन्तीं तां राजा दृष्ट्वा अतीव विरहावस्थां गतः । ततो मंत्रिभिस्तां तदर्थं वंदको याचितः । तेनोक्तं यदि मदीयं धर्मं राजा गृह्णाति तदा ददामीति । तत्सर्वं कृत्वा परिणीता । पट्टमहादेवी तस्य सातिवल्लभा जाता । फाल्गुननन्दीश्वरयात्रायामुर्विला रथयात्रामहारोपं दृष्ट्वा तया भणितं देव ! मदीयो बुद्धरथोऽधुना पुर्यां प्रथमं भ्रमतु । राज्ञा चोक्तमेवं भवत्विति । तत उर्विला वदति मदीयो रथो यदि प्रथमं भ्रमति तदाहारे मम प्रवृत्तिरन्यथा निवृत्तिरिति प्रतिज्ञां गृहीत्वा દિવસ પારકે ઘેર નાખી દીધેલા (રાંધેલા) ભાત તે ખાતી હતી. ચર્યા માટે પ્રવેશેલા બે મુનિઓ દ્વારા તે જોવામાં આવી. તેથી નાના મુનિએ કહ્યુંઃ ‘‘અરે! બિચારી મહાકષ્ટથી જીવી રહી છે.’’
તે સાંભળી મોટા મુનિએ કહ્યુંઃ ‘‘અહીંના રાજાની તે માનીતી પટરાણી થશે.’’ ભિક્ષા માટે ભ્રમણ કરતાં ધર્મશ્રીવંદકે તેમનું વચન સાંભળી ‘મુનિએ ભાખેલું અન્યથા હોય નહિ’ એમ વિચારી તેને પોતાના વિહારમાં લઈ જઈ પુષ્ટ (સારો) આહાર આપી પોષણ કર્યું.
એક દિવસ યૌવનભર ચૈત્ર માસમાં (ભર ચૈત્ર માસમાં) રાજાએ તેને આનંદમાં હિલોરા લેતી (હિચકતી) જોઈ અને બહુ વિરહ અવસ્થાને પ્રાપ્ત થયો, તેથી મંત્રીઓએ તેના માટે વંદક (બૌદ્ધ સાધુ) પાસે જઈ તેની માગણી કરી.
તેણે કહ્યુંઃ ‘‘જો રાજા મારો ધર્મ સ્વીકારે તો હું તેને દઉં.’’ તે બધાનો સ્વીકાર કરતાં તેણે તેને પરણાવી અને તેની (રાજાની) અતિપ્રિય પટ્ટમહાદેવી બની. ફાગણ માસની નંદીશ્વરની યાત્રામાં મહારાણી ઉર્વિલાની રથયાત્રાનો મોટો ઠાઠ જોઈ, તેણે કહ્યુંઃ ‘‘દેવ! મારો બુદ્ધનો રથ હવે નગરીમાં પ્રથમ ફરે.’’
રાજાએ કહ્યુંઃ ‘‘તેમ થશે.’’ આથી ઉર્વિલાએ કહ્યુંઃ ‘‘મારો રથ જો પ્રથમ ફરશે તો જ મારી આહારાદિમાં १. मिष्टाहारैः घ० ।