૭૬ ]
क्षत्रियगुहायां सोमदत्ताचार्यपार्श्वे गता । तस्मिन् प्रस्तावे वज्रकुमारमुनेर्वन्दनाभक्त्यर्थमायाता दिवाकरदेवादयो विद्याधरास्तदीयवृत्तान्तं च श्रुत्वा वज्रकुमारमुनिना ते भणिताः । उर्विलयाः प्रतिज्ञारूढाया रथयात्रा भवद्भिः कर्तव्येति । ततस्तैर्बुद्धदासी रथं भङ्ग्वा नानाविभूत्या उर्विलाया रथयात्रा कारिता । तमतिशयं दृष्ट्वा प्रतिबुद्धा बुद्धदासी अन्ये च जना जिनधर्मरता जाता इति ।।२०।। પ્રવૃત્તિ થશે, નહિતર તેમાં નિવૃત્તિ છે.’’ આવી પ્રતિજ્ઞા લઈને ક્ષત્રિય ગુફામાં રહેલા સોમદત્ત આચાર્ય પાસે ગઈ.
તે દરમિયાન વજ્રકુમાર મુનિની વંદના – ભક્તિ માટે આવેલા દિવાકર દેવાદિ વિદ્યાધરોને, તેનું વૃત્તાંત સાંભળીને, વજ્રકુમાર મુનિએ કહ્યુંઃ ‘‘પ્રતિજ્ઞારૂઢ ઉર્વિલાની રથયાત્રા તમારે કરાવવી જોઈએ.’’
તેથી તેઓએ બુદ્ધદાસીનો રથ ભાંગીને અનેક વિભૂતિથી ઉર્વિલાની રથયાત્રા કરાવી. તેનો અતિશય દેખીને બુદ્ધની દાસી પ્રતિબોધને પામેલી અને અન્ય જનો જિનધર્મમાં રત થયા. ૮.
સમ્યગ્દર્શનનાં નિઃશંકિતાદિ આઠ અંગ છે. અંગનો અર્થ અવયવ, સાધન, કરણ અને લક્ષણ યા ચિહ્ન થાય છે. સમ્યગ્દર્શન અંગી છે અને નિઃશંકિતાદિ આઠ અંગ છે. સમ્યગ્દર્શન સાધ્ય છે અને નિઃશંકિતાદિ સાધન છે. જે સમ્યગ્દ્રષ્ટિ હોય છે તેને નિઃશંકિતાદિ આઠ ચિહ્નો જરૂર હોય છે.
આ આઠ અંગમાં પ્રથમ નિઃશંકિતાદિ ચાર અંગ નિષેધરૂપ છે અને બાકીનાં ઉપગૂહનાદિ ચાર અંગ વિધેયરૂપ છે.
‘‘.......કોઈ કાર્યમાં શંકા – કાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યક્ત્વ ન થાય. સમ્યક્ત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ થાય છે, પરંતુ અહીં નિશ્ચય સમ્યક્ત્વનો તો વ્યવહારસમ્યક્ત્વમાં ઉપચાર કર્યો છે. તથા વ્યવહાર સમ્યક્ત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો, એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ......’’૧
જેણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું હોય તેને આ ઉપચાર લાગુ પડે છે. મિથ્યાદ્રષ્ટિ ૧. ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૭૬.