કહાનજૈનશાસ્ત્રમાળા ]
ननु सम्यग्दर्शनस्याष्टभिरङ्गैः प्ररूपितैः किं प्रयोजनं ? तद्विलस्याप्यस्य संसारोच्छेदनसामर्थ्यसंभवादित्याशंक्याह —
‘दर्शनं’ कर्तृ । ‘जन्मसन्ततिं’ संसारप्रबन्धं । ‘छेत्तुं’ उच्छेदयितुं ‘नालं’ न समर्थं । कथंभूतं सत्, ‘अंगहीनं’ अंगैर्निःशंकितत्वादिस्वरूपैर्हीनं विकलं । अस्यैवार्थस्य समर्थनार्थं दृष्टान्तमाह — ‘न ही’त्यादि । सर्पादिदष्टस्य प्रसृतसर्वांगविषवेदनस्य तदपहरणार्थं प्रयुक्तो मंत्रोऽक्षरेणापि न्यूनो हीनो ‘न हि’ नैव ‘निहन्ति’ स्फोटयति१ विषवेदनां ततः દ્રવ્યલિંગીને આ ઉપચાર લાગુ પડતો નથી, કેમ કે તેને સમ્યક્ત્વ થયું નથી.
સમ્યક્ત્વનાં અંગો સંબંધી જે આઠ દ્રષ્ટાંતો (કથારૂપે) આપ્યાં છે તે આ દ્રષ્ટિએ સમજવાં. ૧૯ – ૨૦.
સમ્યગ્દર્શનનાં આઠ અંગોનું પ્રરૂપણ કરવાનું શું પ્રયોજન? કારણ કે તેના વિના પણ તેને (સમ્યગ્દર્શનને) સંસારનો નાશ કરવાનું સામર્થ્ય સંભવે છે. એવી આશંકા કરીને કહે છે —
અન્વયાર્થ : — [अंगहीनं ] અંગ રહિત [दर्शनं ] સમ્યગ્દર્શન [जन्मसंततिम् ] જન્મ – મરણની પરંપરાનો [छेत्तुं ] નાશ કરવાને [न अलं ] સમર્થ નથી. જેમ [अक्षरन्यूनः ] અક્ષરહીન [मंत्रः ] મંત્ર [विषवेदनां ] વિષવેદનાને [न हि निहन्ति ] નાશ કરી શકતો જ નથી.
ટીકા : — ‘अङ्गहीनं दर्शनं जन्मसंततिं छेत्तुं न अलं’ નિઃશંકિતત્વાદિ સ્વરૂપ અંગોથી રહિત હોય, એવું સમ્યગ્દર્શન સંસારના પ્રબંધનો (સંસારની સંતતિનો) ઉચ્છેદ કરવાને સમર્થ નથી. આ જ અર્થના સમર્થનને માટે દ્રષ્ટાંત કહે છે. ‘न हि इत्यादि’ સર્પાદિથી ડસાયેલા અને સર્વ અંગોમાં પ્રસરેલા વિષની વેદનાવાળા મનુષ્યની વિષવેદનાને १. स्फे टयति घ० ।