૭૮ ]
सम्यग्दर्शनस्य संसारोच्छेदसाधनेऽष्टाङ्गोपेतत्वं युक्तमेव, त्रिमूढापोढत्ववत् ।
कानि पुनस्तानि त्रीणि मूढानि यदमूढत्वं तस्य संसारोच्छेदसाधनं स्यादिति चेदुच्यते, लोकदेवतापाखंडिमूढभेदात् त्रीणि मूढानि भवन्ति । तत्र लोकमूढं तावद्दर्शयन्नाह —
‘लोकमूढं’ लोकमूढत्वं । किं ? ‘आपगासागरस्नानं’ आपगा नदी सागरः समुद्रः तत्र દૂર કરવાને યોજેલો એક પણ ઓછા અક્ષરવાળો મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો જ નથી. તેથી સમ્યગ્દર્શનને સંસારઉચ્છેદના સાધનભૂત થવામાં અષ્ટાંગસહિતપણું યોગ્ય જ છે. તેના ત્રિમૂઢતારહિતપણાની માફક.
ભાવાર્થ : — જેમ એક પણ અક્ષરહીન મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો નથી, તેમ આઠ અંગ રહિત સમ્યગ્દર્શન જન્મ – મરણની પરંપરાનો નાશ કરી શકતું નથી. અર્થાત્ અંગરહિત સમ્યગ્દર્શનથી સંસારનો નાશ થઈ શકતો નથી; આઠ અંગ સહિત સમ્યગ્દર્શન જ તેનો નાશ કરી શકે છે. ૨૧.
પ્રશ્નઃ — કઈ તે ત્રણ મૂઢતા છે કે જેના રહિતપણાથી સમ્યગ્દર્શન સંસારઉચ્છેદનું સાધન થાય છે?
ઉત્તરઃ — ત્રણ મૂઢતા આ પ્રમાણે છે – લોકમૂઢતા, દેવમૂઢતા અને પાખંડીમૂઢતા. ત્યાં પ્રથમ લોકમૂઢતા દર્શાવતાં કહે છેઃ —
શ્લોક ૨૨શ્લોક ૨૨
અન્વયાર્થ : — [आपगासागरस्नानं ] (ધર્મ સમજીને) નદી – સમુદ્રમાં સ્નાન કરવું, [सिकताश्मनाम् ] રેતી અને પથ્થરોનો [उच्चयः ] ઢગલો કરવો (મિનારો બનાવવો), [गिरिपातः ] પર્વત ઉપરથી પડવું [च ] અને [अग्निपातः ] અગ્નિમાં પડવું (સતી થવું) — તે [लोकमूढं ] લોકમૂઢતા [निगद्यते ] કહેવાય છે.
ટીકા : — ‘लोकमूढं’ તે લોકમૂઢતા છે. તે શું છે? ‘