Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 23 devmuDhatA.

< Previous Page   Next Page >


Page 69 of 315
PDF/HTML Page 93 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૭૯

श्रेयःसाधनाभिप्रायेण यत्स्नानं न पुनः शरीरप्रक्षालनाभिप्रायेण तथा ‘उच्चयः’ स्तूपविधानं केषां ? ‘सिकताश्मनां’ सिकता वालुका, अश्मानः पाषाणास्तेषां तथा ‘गिरिपातो’ भृगुपातादिः ‘अग्निपातश्च’ अग्निप्रवेशः एवमादि सर्वं लोकमूढं ‘निगद्यते’ प्रतिपाद्यते ।।२२।।

देवतामूढं व्याख्यातुमाह

वरोपलिप्सयाशावान् रागद्वेषमलीमसाः
देवता यदुपासीत देवतामूढमुच्यते ।।२३।।

નદી અને सागरસમુદ્ર, તેમાં ‘કલ્યાણનું સાધન છે’ એવા અભિપ્રાયથી, નહિ કે શરીરનું પ્રક્ષાલન કરવાના અભિપ્રાયથી સ્નાન કરવું, તથા उच्चयः’ સ્તૂપ મિનારો કરવો. કોનો? सिकताश्मनां’ सिकताરેતી, अश्मानःપથ્થરતેમનો (ઢગલો કરવો) તથા गिरिपातः’ ભૃગુપ્રપાતાદિ (પર્વત પરથી પડવું વગેરે), अग्निपातश्च’ અગ્નિમાં પ્રવેશ કરવોએ આદિ સર્વ લોકમૂઢતા निगद्यते’ કહેવાય છે.

ભાવાર્થ :ધર્મ સમજીને નદી અને સમુદ્રમાં સ્નાન કરવું, રેતી અને પથ્થરોનો ઢગલો કરી તેને દેવ માનીને પૂજવું, સ્વર્ગ મળશે એમ માની પર્વત પરથી પડવું અને સતી થવાના અભિપ્રાયથી અગ્નિમાં ઝંપલાવવું વગેરેએ બધું ધર્મ સમજીને કરવું તેને લોકમૂઢતા કહે છે. ૨૨.

દેવમૂઢતાનું વ્યાખ્યાન કરવા માટે કહે છે

દેવમૂઢતા
શ્લોક ૨૩

અન્વયાર્થ :[वरोपलिप्सया ] વરદાન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી (ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિની ઇચ્છાથી) [आशावान् ] (ઐહિક સુખની) આશાવાળો પુરુષ [यद् ] જે [रागद्वेषमलीमसाः ] રાગ-દ્વેષથી મલિન [देवताः ] દેવતાઓની [उपासीत ] ઉપાસના કરે છે, તેને [देवतामूढं ] દેવમૂઢતા [उच्यते ] કહે છે.

વિશેષ

જેનામાં સાચા દેવનાં લક્ષણોવીતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશીપણુંએ ત્રણે