૮૦ ]
“ — લક્ષણો ન હોય તે અદેવ છે – કુદેવ છે. તે કોઈ પણ રીતે જીવને હિતકર્તા નથી, છતાં તેને ભ્રમથી હિતકર્તા માની તેનું સેવન કરવું, તે મિથ્યાત્વ છે.
૧મિથ્યાદ્રષ્ટિ જીવ ત્રણ પ્રકારના પ્રયોજનથી તેની ઉપાસના કરે છે. કોઈ તેની ઉપાસનાને મોક્ષનું કારણ જાણીને તેને સેવે છે, પણ તેથી મોક્ષ થતો નથી, કારણ કે મિથ્યાભાવયુક્ત ઉપાસના મોક્ષનું કારણ કેમ હોઈ શકે?
કેટલાક જીવો પરલોકમાં ‘સુખ થાય – દુઃખ ન થાય’ એવા પ્રયોજનથી કુદેવને સેવે છે, પણ તેની સિદ્ધિ તો પુણ્ય ઉપજાવતાં અને પાપ ન ઉપજાવતાં થાય છે. પણ પોતે તો પાપ ઉપજાવે અને કહે કે — ‘‘ઈશ્વર મારું ભલું કરશે.’’ પણ એ તો એનો ભ્રમ છે, કારણ કે જીવ જેવો પરિણામ કરશે તેવું જ ફળ પામશે. માટે કોઈનું ભલું – બૂરું કરવાવાળો ઈશ્વર કોઈ છે જ નહિ; તેથી કુદેવોના સેવનથી પરલોકમાં ભલુ – બૂરું થતું નથી.
‘‘વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિ નાશ, ધનાદિની પ્રાપ્તિ તથા પુત્રાદિકની પ્રાપ્તિ ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા યા સુખ પામવાના અનેક પ્રયોજન પૂર્વક એ કુદેવાદિકનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ......શીતળા, દહાડી, ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્ય – ચંદ્ર, શનિશ્ચરાદિ, જ્યોતિષીઓને, પીર – પેગંબરાદિકોને, ગાય – ઘોડાદિ તિર્યંચોને, અગ્નિ – જલાદિકને તથા શસ્ત્રાદિકને પૂજે છે. ઘણું શું કહીએ? રોડાં ઇત્યાદિકને પણ પૂજે છે; પરંતુ એવા કુદેવોનું સેવન મિથ્યાદ્રષ્ટિથી જ થાય છે, કારણ કે પ્રથમ તો તે જેનું સેવન કરે છે તેમાંથી કેટલાક તો કલ્પના માત્ર જ દેવ છે, એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી થાય? વળી કોઈ વ્યંતરાદિક છે પણ તે કોઈનું ભલું – બૂરું કરવા સમર્થ નથી. જો તેઓ સમર્થ હોય તો તેઓ પોતે જ કર્તા ઠરે, પણ તેમનું કર્યું થતું કાંઈ દેખાતું નથી; તેઓ પ્રસન્ન થઈ ધનાદિક આપી શકતા નથી, તથા દ્વેષી થઈ બૂરું કરી શકતા નથી.....’’ પણ જીવના પુણ્ય – પાપથી સુખ – દુઃખ થાય છે, એટલે તેમને માનવા – પૂજવાથી તો ઊલટો રાગ થાય છે, પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી....... * આ શ્લોક નીચેની સંસ્કૃત ટીકા આગમયુક્ત નથી, એમ શેઠ માણિકચંદજી ગ્રંથમાળા પુષ્પ નં.
(શ્રી રામજીભાઈ માણેકચંદ વકીલ, સોનગઢ.)
૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય ૬, પૃષ્ઠ ૧૭૧ થી ૧૭૮.