Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 71 of 170
PDF/HTML Page 100 of 199

 

૮૪સમાધિતંત્ર

टीकाआत्मनस्तत्त्वं स्वरूपं जानन्नपि तथा विविक्तं शरीरादिभ्योभिन्नं भावयन्नपि उभयत्राऽपिशब्दः परस्परसमुच्चये भूयोऽपि पुनरपि भ्रान्तिं गच्छति कस्मात् ? पूर्वविभ्रमसंस्कारात् पूर्वविभ्रमो बहिरात्मावस्थाभावी शरीरादौ स्वात्मविपर्यासस्तेन जनितः संस्कारो वासना तस्मात् ।।४५।।

શ્લોક ૪૫

અન્વયાર્થ : અન્તરાત્મા (आत्मनः तत्त्वं) પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ (जानन् अपि) જાણતો હોવા છતાં, (विविक्तं भावयन् अपि) અને તેને શરીરાદિથી ભિન્ન ભાવવા છતાં (पूर्वविभ्रमसंस्कारात्) પૂર્વે એટલે બહિરાત્માવસ્થામાં ઉત્પન્ન થયેલા ભ્રાન્તિના સંસ્કારોને લીધે (भूयः अपि) ફરીથી તે (भ्रान्तिं गच्छति) ભ્રાન્તિ પામે છે.

ટીકા : આત્માનું તત્ત્વ એટલે સ્વરૂપ જાણવા છતાં તથા તેને વિવિક્ત એટલે શરીરાદિથી ભિન્ન ભાવતો હોવા છતાં [બંને ઠેકાણે अपि શબ્દ પરસ્પર સમુચ્ચયના અર્થમાં છે] ફરીથી પણપુનઃ અપિ તે (અન્તરાત્મા) ભ્રાન્તિ પામે છે. શાથી (ભ્રાન્તિ પામે છે?) પૂર્વવિભ્રમના સંસ્કારથીઅર્થાત્ પૂર્વવિભ્રમ એટલે બહિરાત્માવસ્થામાં શરીરાદિને વિષે પોતાનો આત્મા માનવારૂપ વિપર્યાસ (વિભ્રમ), તેનાથી થયેલો સંસ્કારવાસના, તેને લીધે (તે ફરીથી ભ્રાન્તિ પામે છે.)

ભાવાર્થ : અન્તરાત્મા આત્મતત્ત્વને દેહથી ભિન્ન જાણે છે તથા તેની તેવી ભાવના પણ કરે છે, તેમ છતાં પૂર્વે એટલે બહિરાત્માવસ્થામાં શરીરાદિને આત્મા માનવારૂપ ભ્રાન્તિથી ઉત્પન્ન થયેલા સંસ્કારને લીધે, તેને સમ્યક્ શ્રદ્ધા રહેવા છતાં, ચારિત્રદોષરૂપ ભ્રાન્તિ થાય છે. તે ચારિત્રદોષ કેમ ટાળવો તે હવે પછીના શ્લોકમાં બતાવશે.

આત્મજ્ઞાની પોતાના આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે અને તેને શરીરાદિ પર દ્રવ્યોથી ભિન્ન પણ અનુભવે છે, છતાં પૂર્વના લાંબા વખતના સંસ્કારોનો સર્વથા અભાવ નહિ હોવાથી તેને કોઈ કોઈ વખતે બાહ્ય પદાર્થોમાં અસ્થિરતાના કારણે ભ્રમ થઈ જાય છે.

વિશેષ

ધર્મીને અસ્થિરતાને લીધે રાગદ્વેષ થઈ જાય, પણ શ્રદ્ધાજ્ઞાનમાં તેને તેનું સ્વામીપણું નથી એકત્વબુદ્ધિ નથી. શ્રદ્ધા જ્ઞાનના બળથી અને ભેદજ્ઞાનની ભાવનાથી પૂર્વના સંસ્કારોને નષ્ટ કરવા તે સદા પ્રયત્નશીલ હોય છે. જો તે રાગદ્વેષને શ્રદ્ધા જ્ઞાનમાં ભલા માને તો તે ફરીથી બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ થઈ જાય.

અવિરત સમ્યગ્દ્રષ્ટિને અંદર જ્ઞાનચેતનાનું પરિણમન છે, છતાં અસ્થિરતાને લીધે