भूयो भ्रान्तिं गतोऽसौ कथं तां त्यजेदित्याह –
टीका — इदं शरीरादिकं दृश्यमिन्द्रियैः प्रतीयमानं । अचेतनं जडं रोषतोषादिकं कृतं न जानातीत्यर्थः । यच्चेतनमात्मस्वरूपं तददृश्यमिन्द्रियग्राह्यं न भवति । ततः यतो रोषतोषविषयं दृश्यं शरीरादिकमचेतनं चेतनं स्वात्मस्वरूपमदृश्यत्वात्तद्विषयमेव न भवति ततः क्व रुष्यामि क्व રાગ – દ્વેષ થઈ જાય છે, તેથી તેને જ્ઞાનચેતના સાથે કદાચિત્ કર્મચેતના અને કર્મફલ – ચેતનાનો પણ સદ્ભાવ માનવામાં આવ્યો છે, પણ તે કર્મચેતના અને કર્મફળચેતનાનો જ્ઞાતા – દ્રષ્ટા રહે છે. વાસ્તવમાં તે બંને ચેતનાઓ જ્ઞાનચેતના જ છે.૧
અંતરાત્માને પૂર્વના સંસ્કારોને લીધે નીચેની ભૂમિકામાં જે ભ્રાન્તિ થાય છે તે મિથ્યાત્વજનિત નથી, પરંતુ અસ્થિરતાજનિત છે; તેથી તેને રાગ – દ્વેષ થવા છતાં તેના સમ્યક્ત્વમાં કાંઈ દોષ આવતો નથી. ૪૫.
ફરીથી ભ્રાન્તિ પામેલો તે (અન્તરાત્મા) તેને (ભ્રાન્તિને) કેવી રીતે છોડે તે કહે છેઃ —
અન્વયાર્થ : (इदं दृश्यं) આ શરીરાદિ દ્રશ્ય પદાર્થ (अचेतनं) ચેતનારહિત – જડ છે અને જે (चेतनं) ચૈતન્યસ્વરૂપ આત્મા છે તે (अदृश्यं) ઇન્દ્રિયોદ્વારા દેખાય તેવો નથી; (ततः) તેથી (क्व रुष्यामि) હું કોના ઉપર રોષ કરું? અને (क्व तुष्यामि) કોના ઉપર રાજી થાઉં? (अतः अहं मध्यस्थः भवामि) એટલા માટે હું મધ્યસ્થ થાઉં છું – એમ અન્તરાત્મા વિચારે છે.
ટીકા : આ એટલે શરીરાદિક, જે દ્રશ્ય એટલે ઇન્દ્રિયોદ્વારા દેખાવા યોગ્ય છે – પ્રતીતિમાં આવવા યોગ્ય છે, તે અચેતન – જડ છે; તે કરેલા રોષ – તોષાદિકને જાણતું નથી – એવો અર્થ છે. જે ચેતન – સ્વાત્મસ્વરૂપ છે, તે અદ્રશ્ય છે એટલે ઇન્દ્રિયોદ્વારા ગ્રાહ્ય નથી; તેથી હું કોના ઉપર રોષ કરું? અને કોના ઉપર તોષ કરું? કારણ કે દ્રશ્ય શરીરાદિક અચેતન ૧. જુઓ – શ્રી પંચાધ્યાયી – ઉત્તરાર્દ્ધ ગુ. આવૃત્તિ – ગાથા ૨૦૫, ૨૭૬, ૪૧૯