૮૬સમાધિતંત્ર तुष्याम्यहं । अतः यतो रोषतोषयोः कश्चिदपि विषयो न घटते अतः मध्यस्थ उदासीनोऽहं भवामि ।।४६।।
इदानीं मूढत्मनोऽन्तरात्मनश्च त्यागोपादानविषयं प्रदर्शयन्नाह —
છે અને ચેતન – આત્મસ્વરૂપ અદ્રશ્ય છે, માટે હું મધ્યસ્થ – ઉદાસીન થાઉં છું, કારણ કે રોષ – તોષનો વિષય કોઈપણ ઘટતો નથી.
ભાવાર્થ : પૂર્વના ચારિત્ર સંબંધી ભ્રાન્તિરૂપ સંસ્કારો જાગૃત થાય છે ત્યારે અંતરાત્મા સમાધાનરૂપે વિચારે છે કે, ‘‘શરીરાદિક પદાર્થો જે દ્રષ્ટિગોચર છે તે અચેતન છે – જડ છે; તેના ઉપર હું રાગ – દ્વેષ કરું તો તે વ્યર્થ છે. આત્મા જે ચેતન છે, રાગ – દ્વેષભાવને જાણી શકે છે, તે તો અદ્રશ્ય છે – દ્રષ્ટિગોચર નથી, તેથી તે પણ મારા રાગ – દ્વેષનો વિષય બની શકતો નથી; માટે કોઈના ઉપર રાગ – દ્વેષ નહિ કરતાં, સર્વ બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈ મધ્યસ્થ (વીતરાગી) ભાવ ધારણ કરવો યોગ્ય છે, અર્થાત્ પર પ્રત્યે ઉદાસીનતા સેવી, તેના કેવળ જ્ઞાતા – દ્રષ્ટા રહી, આત્મતત્ત્વને જ જ્ઞાનનો વિષય બનાવવો અને તેમાં જ સ્થિર થવું તે ઉચિત છે.’’
જ્ઞાનીને અલ્પ રાગ – દ્વેષ થાય પણ ભેદ – જ્ઞાનના બળે તે ઉપર પ્રમાણે અંદર સમાધાન કરી પોતાના જ્ઞાનના વિષયને તુરત પલટી નાખે છે અને જ્ઞાનાનંદસ્વરૂપને જ જ્ઞાનનો વિષય બનાવે છે. તેની વારંવાર ભાવના ભાવતાં રાગ – દ્વેષની વૃત્તિ સ્વયં ક્રમે ક્રમે ટળી જાય છે. ૪૬.
હવે બહિરાત્મા અને અન્તરાત્માના ત્યાગગ્રહણના વિષયને સ્પષ્ટ કરતાં કહે છેઃ —
અન્વયાર્થ : (मूढः) મૂર્ખ બહિરાત્મા (बहिः) બાહ્ય પદાર્થોનો (त्यागादाने करोति) ત્યાગ અને ગ્રહણ કરે છે, (आत्मवित्) આત્માના સ્વરૂપને જાણનાર અન્તરાત્મા (अध्यात्मं