टीका — मूढो बहिरात्मा त्यागोपादाने करोति । क्व ? बहिर्बाह्ये हि वस्तुनि द्वेषोदयादभिलाषाभावान्मूढात्मा त्यागं करोति रागोदयात्तत्राभिलाषोत्पत्तेरुपादामिति । आत्मवित् अन्तरात्मा पुनरध्यात्मनि स्वात्मरूप एव त्यागोपादाने करोति । तत्र हि त्यागोरागद्वेषादेरन्तर्जल्पविकल्पादेर्वा । स्वीकारश्चिदानन्दादेः । यस्तु निष्ठितात्मा कृतकृत्यात्मा तस्य अन्तर्बहिर्वा नोपादानं तथा न त्यागोऽन्तर्बहिर्वा ।।४७।। त्यागादाने करोति) અંતરંગ રાગ – દ્વેષનો ત્યાગ અને સમ્યક્રત્નત્રયરૂપ આત્મસ્વરૂપનું ગ્રહણ કરે છે, પરંતુ (निष्ठितात्मनः) શુદ્ધસ્વરૂપમાં સ્થિત આત્માને (अन्तः बहिः) અંતરંગ અને બહિરંગ કોઈપણ પદાર્થનો (न त्यागः) ન તો ત્યાગ હોય છે અને (न उपादानं) ન તો ગ્રહણ હોય છે.
ટીકા : મૂઢ બહિરાત્મા ત્યાગ – ગ્રહણ કરે છે, શામાં (કરે છે)? બહારમાં એટલે બાહ્ય વસ્તુમાં; દ્વેષના ઉદયને લીધે અભિલાષાના અભાવના કારણે મૂઢાત્મા (બહિરાત્મા) તેનો (બાહ્ય વસ્તુનો) ત્યાગ કરે છે અને રાગનો ઉદય થતાં તેની અભિલાષાની ઉત્પત્તિના કારણે તેનું (બાહ્ય વસ્તુનું) ગ્રહણ કરે છે; પરંતુ આત્મવિદ્ એટલે અન્તરાત્મા આત્મામાં જ અર્થાત્ આત્મસ્વરૂપ વિશે જ ત્યાગ ગ્રહણ કરે છે. ત્યાં ત્યાગ તો રાગ – દ્વેષાદિનો કે અન્તર્જલ્પરૂપ વિકલ્પાદિનો અને સ્વીકાર (ગ્રહણ) ચિદાનંદાદિનો હોય છે.
જે નિષ્ઠિતાત્મા અર્થાત્ કૃતકૃત્ય આત્મા છે તેને અન્તરાત્મા કે બાહ્યમાં (કાંઈ) ગ્રહણ નથી તથા અંતરમાં કે બાહ્યમાં (કાંઈ) ત્યાગ નથી.
ભાવાર્થ : બહિરાત્મા, જે પદાર્થ ઇષ્ટ લાગે છે તેને ગ્રહણ કરવા ઇચ્છે છે અને જે પદાર્થ અનિષ્ટ લાગે છે તેનો ત્યાગ કરવા ઇચ્છે છે. વાસ્તવમાં૧ કોઈ જ્ઞાની કે અજ્ઞાની બાહ્ય પદાર્થોના ગ્રહણ – ત્યાગ કરી શકતો જ નથી, છતાં બહિરાત્મા તેના ગ્રહણ – ત્યાગ કરવાનું માને છે, એ તેની મૂઢતા છે.
અંતરાત્મા આત્મસ્વરૂપમાં જ ગ્રહણ – ત્યાગ કરે છે, અર્થાત્ તે બાહ્ય પદાર્થોથી ચિત્તવૃત્તિ હઠાવી સ્વસન્મુખ થઈ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ગ્રહણ કરે છે; તેમ કરતાં રાગ – દ્વેષાદિનો કે વિકલ્પાદિનો સ્વયં ત્યાગ થઈ જાય છે. રાગાદિની અનુત્પત્તિ તે જ ત્યાગ છે.
શુદ્ધસ્વરૂપમાં સ્થિત આત્મા (નિષ્ઠિતાત્મા) કૃતકૃત્ય હોવાથી તેને બાહ્ય યા અંતરંગ કોઈ પણ વિષયમાં ગ્રહણ – ત્યાગની પ્રવૃત્તિ હોતી નથી. તે તો પોતાના ચિદાનંદસ્વરૂપમાં સદા સ્થિર રહે છે. ૧. જુઓ – શ્રી સમયસાર, ગુ. આવૃત્તિ ગાથા ૪૦૬ અને ‘સમાધિતંત્ર’ શ્લોક ૨૦નો ‘વિશેષ’ પૃ. ૩૮