૮૮સમાધિતંત્ર
બહિરાત્માને અંદરના ચૈતન્ય – તત્ત્વનું જ્ઞાન નથી. તેને સ્વ – પરનું ભેદજ્ઞાન નથી; જે બાહ્ય પદાર્થો દેખે છે તેની સાથે એકતાબુદ્ધિ કરે છે. તેમાં ઇષ્ટ – અનિષ્ટની કલ્પના કરી રાગ – દ્વેષભાવથી તેનાં ગ્રહણ – ત્યાગ કરવા ઝંખે છે, પરંતુ બાહ્ય પદાર્થોનાં ગ્રહણ – ત્યાગ તેને આધીન નથી. તે પદાર્થો તો પોતાના કારણે આવે છે અને જાય છે. ઊંધી માન્યતાને લીધે તેનાં બાહ્ય ગ્રહણ – ત્યાગ રાગ – દ્વેષગર્ભિત છે. તેના અભિપ્રાયમાં આત્મસ્વભાવનો ત્યાગ અને વિભાવ તથા પરભાવોનું ગ્રહણ છે.
અંતરાત્માને અભિપ્રાયમાં – માન્યતામાં પર પદાર્થોનાં ગ્રહણ – ત્યાગ જ નથી. અસ્થિરતાને લીધે થોડી રાગ – દ્વેષની વૃત્તિ ઊઠે, પણ તેને તેની સાથે એકતા નથી – સ્વામીપણું નથી. આ વૃત્તિ પણ, આત્મસ્વરૂપનું ગ્રહણ થતાં – તેમાં સ્થિર થતાં, સ્વયં શમી જાય છે – નષ્ટ થાય છે. ૪૭.
અંતરમાં ત્યાગ – ગ્રહણ કરનાર અન્તરાત્મા કેવી રીતે કરે તે કહે છેઃ —
અન્વયાર્થ : અંતરાત્મા (आत्मानं) આત્માને (मनसा) ભાવમન સાથે (युञ्जीत) યોજે (જોડે) અને (वाक्कायाभ्याम्) વચન અને કાયાથી (वियोजयेत्) અલગ કરે (तु) અને (वाक्काययोजितम्) વાણી અને કાયાથી યોજાયેલા (व्यवहार) વ્યવહારને (मनसा) ભાવમનથી (त्यजेत्) તજે અર્થાત્ તેમાં મન લગાવે નહિ.
ટીકા : (તે અન્તરાત્મા) આત્માને યોજે એટલે સંબંધ કરે, કોની સાથે? મન સાથે એટલે માનસજ્ઞાન (ભાવમન) સાથે, – ‘મન તે આત્મા છે’ એવો અભેદરૂપ અધ્યવસાય (માન્યતા) કરે,