चित्तमात्मेत्यभेदेनाध्यवसेदित्यर्थः । वाक्कायाभ्यां तु पुनर्वियोजयेत् पृथक्कुर्यात् वाक्काययोरात्माभेदाध्यवसायं
न कुर्यादित्यर्थः । एतच्च कुर्वाणो व्यवहारं तु प्रतिपाद्यप्रतिपादकभावलक्षणं प्रवृत्तिनिवृत्तिरूपं वा ।
वाक्काययोजितं वाक्कायाभ्यां योजितं सम्पादितं । केन सह ? मनसा सह मनस्यारोपितं व्यवहारं मनसा
त्यजेत् चित्तेन न चिन्तयेत् ।।४८।।
એવો અર્થ છે – અને વાણી તથા કાયથી તેને (આત્માને) વિયુક્ત કરે – પૃથક્ કરે, અર્થાત્ વાણી અને કાયામાં આત્માનો અભેદરૂપ અધ્યવસાય કરે નહિ – એવો અર્થ છે; અને તેમ કરનાર, વાક્ – કાયયોજિત અર્થાત્ વાણી – કાયદ્વારા યોજિત અર્થાત્ સમ્પાદિત ‘પ્રતિપાદ્ય’ પ્રતિપાદકભાવરૂપ (શિષ્ટ – ગુરુ સંબંધરૂપ) પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ વ્યવહારને, કોની સાથે (યોજિત)? મન સાથે અર્થાત્ મનમાં આરોપિત વ્યવહારને, મનથી તજે અર્થાત્ મનમાં ચિંતવે નહિ.
ભાવાર્થ : અંતરાત્મા ભાવમનને વાણી અને દેહની ક્રિયા તરફથી (પ્રવૃત્તિથી) વિયુક્ત કરીને – અલગ કરીને આત્મસ્વરૂપમાં લગાડે અર્થાત્ તેની સાથે અભેદ કરે – તલ્લીન કરે અને વાણી તથા કાય – દ્વારા યોજિત પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ વ્યવહારને મનમાંથી તજે અર્થાત્ તેનો વિચાર છોડી દે.
વાણી – કાયની પ્રવૃત્તિ તે જડની ક્રિયા છે, આત્મા તે કરી શકતો નથી. અન્તરાત્માને ભેદજ્ઞાન છે, તેથી તે પોતાના ઉપયોગને વાણી – કાયની ક્રિયા તરફથી હઠાવી પોતાના આત્મસ્વરૂપમાં રોકે છે.
જ્યાં સુધી જીવ વચન – કાયથી ક્રિયા સાથે એકતાબુદ્ધિ કરે – તેને આત્માની ક્રિયા સમજે, ત્યાં સુધી તેનો ઉપયોગ ત્યાંથી છૂટી સ્વસન્મુખ વળે નહિ અને આત્મસ્વરૂપમાં સ્થિર થાય નહિ.
ઉપયોગદ્વારા સ્વનું ગ્રહણ કરવામાં જ સમસ્ત પરદ્રવ્યોનો અને પરભાવોનો સ્વયં ત્યાગ થઈ જાય છે.
નીચલી ભૂમિકામાં જ્ઞાનીનો ઉપયોગ કદાચિત્ અસ્થિરતાને લીધે વાણી કાયની ક્રિયાદ્વારા પર સાથેના વ્યવહારમાં જોડાય છે, પણ તેમાં તેને કર્તૃત્વબુદ્ધિનો અભાવ છે – અભિપ્રાયમાં તેનો નિષેધ છે. જેમ રોગીને કડવી દવા પ્રત્યે અરુચિ હોય છે, તેમ તેને તે પ્રત્યે ઉદાસીનતા હોય છે; તેથી જ્ઞાનીનો ઉપયોગ શરીરાદિની ક્રિયામાં જોડાયેલો દેખાય, છતાં તે નહિ જોડાયેલા સમાન છે.
શરીર – વાણીની ક્રિયા વિષે એકતા બુદ્ધિનો – આત્મબુદ્ધિનો ત્યાગ અને શુદ્ધાત્મસ્વરૂપનું ગ્રહણ તે અંતરાત્માનાં અંતરંગ ત્યાગ ગ્રહણ છે.