૯૦સમાધિતંત્ર
ननु पुत्रकलत्रादिना सह वाक्कयव्यवहारे तु सुखोत्पत्तिः प्रतीयते कथं तत्त्यागो युक्त इत्याह —
टीका — देहात्मदृष्टिनां बहिरात्मनां जगत् पुत्रकलत्रादिप्राणिगणो विश्वास्यमवञ्चकं । रम्यमेव च रमणीयमेव प्रतिभाति । स्वात्मन्येव स्वस्वरूपे एवात्मदृष्टिनां अन्तरात्मनां क्व विश्वासः क्व वा रतिः ? न क्वापि पुत्रकलत्रादौ तेषां विश्वासो रतिर्वा प्रतिभातीत्यर्थः ।।४९।।
અહીં વ્યવહારના ત્યાગનો આચાર્યે નિર્દેશ કર્યો છે. તે એમ સૂચવે છે કે આત્મકાર્ય માટે વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. ૪૮.
પુત્ર – સ્ત્રી આદિ સાથેના વાણી – કાયના વ્યવહારમાં તો સુખની ઉત્પત્તિની પ્રાપ્તિ થાય છે, તો તેનો (વ્યવહારનો) ત્યાગ કેવી રીતે યોગ્ય છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : (देहात्मदृष्टिनां) દેહમાં આત્મબુદ્ધિ રાખનાર મિથ્યાદ્રષ્ટિ બહિરાત્માઓને (जगत्) સ્ત્રી – પુત્ર – મિત્રાદિના સમૂહરૂપ જગત્ (विश्वास्यं) વિશ્વાસ કરવા યોગ્ય (च) અને (रम्यं एव) રમણીય જ ભાસે છે. પરંતુ (स्वात्मनि एवात्मदृष्टिनां) પોતાના આત્મામાં જ આત્મદ્રષ્ટિ રાખનાર સમ્યગ્દ્રષ્ટિ અંતરાત્માને (क्व विश्वासः) સ્ત્રી – પુત્રાદિરૂપ જગત્માં કેમ વિશ્વાસ હોઈ શકે? (वा) અથવા (क्व रतिः) કેમ રતિ હોઈ શકે? કદી પણ નહિ.
ટીકા : દેહમાં આત્મદ્રષ્ટિવાળા બહિરાત્માઓને પુત્ર – ભાર્યાદિ પ્રાણીસમૂહરૂપ જગત્ વિશ્વાસ કરવા યોગ્ય અર્થાત્ અવંચક (નહિ ઠગનારું) તથા રમ્ય જ એટલે રમણીય જ પ્રતિભાસે છે.
સ્વાત્મામાં જ એટલે સ્વસ્વરૂપમાં જ આત્મદ્રષ્ટિવાળા અન્તરાત્માઓને વિશ્વાસ ક્યાં કે રતિ ક્યાં? તેમને પુત્ર – સ્ત્રી આદિમાં ક્યાંય પણ વિશ્વાસ કે રતિ પ્રતિભાસતી નથી – એવો અર્થ છે.