ભાવાર્થ : જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સ્ત્રી – પુત્ર – મિત્રાદિરૂપ જગત્ જ વિશ્વાસયોગ્ય અને રમ્ય – સુખદાયક લાગે છે અને તેથી તે તેમની સાથે વાણી કાયનો વ્યવહાર કરવાનો વિકલ્પ કરે છે.
જ્ઞાનીને સ્ત્રી – પુત્રાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, તેમાં તેને વાસ્તવિક સુખ ભાસતું નથી અને તે વિશ્વાસયોગ્ય તથા રમણીય લાગતા નથી, તેથી તેને તેમની સાથે વચન – વ્યવહાર અને શરીર – વ્યવહારનો, અભિપ્રાયમાં, ત્યાગ વર્તે છે. આત્મા જ તેને વિશ્વાસ કરવા યોગ્ય અને રમ્ય જણાય છે અને તેમાં જ વાસ્તવિક સુખ ભાસે છે. તેથી તે જગતના પદાર્થોમાં સુખ હોવાનો વિશ્વાસ કેમ કરે? ન જ કરે.
અજ્ઞાની બાહ્ય પદાર્થોના સંયોગમાં સુખ માની તેનો વિશ્વાસ કરે છે, પણ તે સંયોગો પલટતાં યા તેનો વિયોગ થતાં તેના કલ્પેલા સુખનો અંત આવે છે. એ રીતે બાહ્ય સંયોગોના વિશ્વાસે તે છેતરાય – ઠગાય છે. વાસ્તવમાં અનુકૂળ કે પ્રતિકૂળ લાગતા સંયોગોમાં ક્યાંય સુખ નથી, છતાં તેમાં સુખ માની ઠગાઈ જાય છે.
જ્ઞાનીને પોતાનો આત્મા જ ઇષ્ટ છે – વહાલો છે. તેને જગત – જગતના પદાર્થો વહાલા – સુખરૂપ લાગતા નથી. સમકિતી ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય અને હજારો રાણીઓ વગેરેનો સંયોગ હોય છે, પણ તેમાં તેને સુખ માટે સ્વપ્નેય વિશ્વાસ નથી. તેને તો પોતાના ચૈતન્યાત્માનો જ વિશ્વાસ છે અને તેમાં જ સુખ ભાસે છે. તેને ‘જગત ઇષ્ટ નહિ આત્મથી.’ ૪૯.
એવી રીતે હોય તો આહારાદિમાં પણ અન્તરાત્માની પ્રવૃત્તિ કેમ થાય? તે કહે છેઃ —
અન્વયાર્થ : અન્તરાત્મા (आत्मज्ञानात् परं) આત્મજ્ઞાનથી ભિન્ન (कार्यं) કોઈ કાર્યને