टीका — यच्छरीरादिकमिन्द्रियैः पश्यामि तन्मे नास्ति मदीयं रूपं तन्न भवति तर्हि किं तव रुपम् ? तदस्तु ज्योतिरुत्तमं ज्योतिर्ज्ञानमुत्तममतीन्द्रियम् । तथा सानन्दं
જ્ઞાનીને બાહ્ય વચન – કાયની પ્રવૃત્તિ હોવા છતાં, તેને અંતરંગમાં દ્રઢ માન્યતા છે કેઃ —
‘‘હું દેહ – મન – વાણી નથી, હું તેમનો કર્તા નથી, તેમનો કરાવનાર નથી કે અનુમોદનાર નથી......હું કર્તા વિના પણ તેઓ ખરેખર કરાય છે; માટે તેમના કર્તાપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.’’૧
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને જ્ઞાનચેતનાનું નિરંતર પરિણમન હોય છે, તેથી તે ખાવા – પીવામાં, પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં, વ્યાપારમાં લડાઈ વગેરે સંસારના કાર્યોમાં, બાહ્યદ્રષ્ટિએ રોકાયેલા લાગે, છતાં બધી બાહ્ય પ્રવૃત્તિમાં તે જલ – કમલવત્ ન્યાયે રહે છે. ૫૦.
અનાસક્ત (અંતરાત્મા) આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે, શરીરાદિકને નહિ, એમ કેમ બને? તે કહે છેઃ —
અન્વયાર્થ : (यत्) જે એટલે શરીરાદિ બાહ્ય પદાર્થ (इन्द्रियैः) ઇન્દ્રિયોદ્વારા (पश्यामि) હું દેખું છું (तत्) તે (मे न अस्ति) મારા નથી – મારું સ્વરૂપ નથી, પણ (नियतेन्द्रियः) ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી (यत्) જે (उत्तमं) ઉત્કૃષ્ટ અતીન્દ્રિય (सानन्दं ज्योति) આનંદમય જ્ઞાન – જ્યોતિને (अन्तः) અંતરંગમાં (पश्यामि) હું દેખું છું – તેનો અનુભવ કરું છું, (तत् मे) તે મારું વાસ્તવિક સ્વરૂપ (अस्तु) હો!
ટીકા : જે એટલે શરીરાદિને હું ઇન્દ્રિયોથી જોઉં છું, તે મારું નથી અર્થાત્ તે મારું સ્વરૂપ નથી. તો તારું રૂપ શું? તે ઉત્તમ જ્યોતિ હો – જ્યોતિ એટલે જ્ઞાન અને ઉત્તમ એટલે ૧. જુઓ — શ્રી પ્રવચનસાર – ગુ. આવૃત્તિ – ગાથા ૧૬૦ અને ટીકા.