૯૪સમાધિતંત્ર परमप्रसत्तिसमुद्भूतसुखसमन्वितम् । एवं विधिं ज्योतिरत्नः पश्यामि स्वसंवेदनेनानुभवामि यत्तन्मे स्वरूपमस्तु भवतु । किं विशिष्टः पश्यामि ? नियतेन्द्रियो नियन्त्रितेन्द्रियः ।।५१।।
ननु सानन्दं ज्योतिर्यद्यात्मनोरूपं स्यात्तदेन्द्रियनिरोधं कृत्वा तदनुभवतः कथं दुःखं स्यादित्याह — અતીન્દ્રિય તથા આનંદમય એટલે પરમ પ્રસન્નતા (પ્રશાંતિ)થી ઉત્પન્ન થયેલા સુખથી યુક્ત (છે) એવા પ્રકારની જે જ્યોતિને (જ્ઞાન – પ્રકાશને) અંતરંગમાં હું જોઉં છું – સ્વસંવેદનથી હું અનુભવું છું, તે મારું સ્વરૂપ અસ્તુ – હો. હું કેવો થઈને જોઉં છું? ઇન્દ્રિયોને સંયમિત કરીને (બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોને રોકીને અને પોતે સ્વાધીન થઈને અર્થાત્ ઇન્દ્રિયોને કાબુમાં રાખીને (હું જોઉં છું).
ભાવાર્થ : અન્તરાત્મા વિચારે છે કેઃ —
‘ઇન્દ્રિયો દ્વારા જે શરીરાદિ બાહ્ય પદાર્થો દેખાય છે તે હું નથી. તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ અતીન્દ્રિય આનંદમય જ્ઞાન – જ્યોતિ છે. જ્યારે હું ભાવ – ઇન્દ્રિયોને નિયન્ત્રિત કરીને અર્થાત્ બાહ્ય વિષયોથી હઠાવીને અંતર્મુખ થાઉં છું, ત્યારે હું જ્ઞાનસ્વરૂપ આત્માને જોઈ શકું છું – સ્વસંવેદનથી અનુભવી શકું છું.’
જે ઇન્દ્રિયો દ્વારા દેખાય છે તે આત્માનું સ્વરૂપ નથી. તે તો જડનું – પુદ્ગલનું સ્વરૂપ છે. તે આત્મા નથી, અનાત્મા છે. આત્મા અનાત્માના ભેદ – વિજ્ઞાન દ્વારા જ્ઞાની, શરીરાદિક પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષા કરી, ઉપયોગને ત્યાંથી હઠાવી સ્વસન્મુખ કરે છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતાં તે અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે.
જ્ઞાનીને આત્મસ્વરૂપનું ભાન હોવાથી તે આત્મ – વિષયમાં જ રમવાની ભાવના કરે છે; બાહ્ય વિષયોમાં વિચરવાનું પસંદ કરતો નથી.
માટે અંતરાત્માને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અનાસક્તિ હોય છે. તે જ્ઞાનસ્વરૂપ આત્માનો જ અનુભવ કરે છે. ૫૧.
જો આનંદમય જ્યોતિ (જ્ઞાન) તે આત્માનું સ્વરૂપ હોય, તો ઇન્દ્રિયોનો નિરોધ કરીને તેનો અનુભવ કરનારને દુઃખ કેવી રીતે હોઈ શકે? તે કહે છેઃ —