૯૬સમાધિતંત્ર
टीका — तत् आत्मस्वरूपं ब्रूयात् परं प्रति प्रतिपादयेत् । तदात्मस्वरूपं परान् विदितात्मस्वरूपान् पृच्छेत् । तथा तदात्मस्वरूपं इच्छेत् परमार्थतः सन् मन्येत् । तत्परो भवेत्
આત્મ – ભાવનાનો અભ્યાસ જ્યારે તેને પરિપક્વ થાય છે અને તે સ્વરૂપમાં સ્થિર થાય છે, ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. હવે તેને બાહ્ય વિષયો બધા નીરસ લાગે છે; તેને તે ઉપરથી રુચિ ઊઠી જાય છે અને આત્મસ્વરૂપમાં જ વિહરવું ગમે છે.
માટે શ્રી અમૃતચંદ્રાચાર્ય પણ જિજ્ઞાસુ જીવને ઉદ્દેશીને કહે છેઃ —
‘‘હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થા અને શરીરાદિક મૂર્ત દ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ, તેમનાથી ભિન્ન એવા તારા આત્માનો અનુભવ કર; તારા આત્માના ચૈતન્ય – વિલાસને દેખતાં જ આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલો દ્રવ્યો સાથે એકપણાનો તારો મોહ છૂટી જશે.’’૧ ૫૨.
તે ભાવના આ રીતે કરવી – તે કહે છેઃ —
અન્વયાર્થ : — (तत् ब्रूयात्) તે એટલે આત્મસ્વરૂપની વાત કરવી, (तत् परान् पृच्छेत्) તે સંબંધી આત્માનુભવી પુરુષોને પૂછવું, (तत् इच्छेत्) તેની ઇચ્છા કરવી – તેની પ્રાપ્તિને પોતાનું ઇષ્ટ બનાવવું અને (तत्परः भवेत्) તેમાં એટલે આત્મસ્વરૂપની ભાવનામાં તત્પર – સાવધાન રહેવું, (येन) જેથી (अविद्यामयं रूपं) અજ્ઞાનમય બહિરાત્મરૂપનો (त्यक्त्वा) ત્યાગ કરીને (विद्यामयं व्रजेत्) જ્ઞાનમયરૂપની એટલે પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાય.
ટીકા : — તે આત્મસ્વરૂપ કહેવું એટલે બીજાને સમજાવવું; બીજાઓને એટલે જેમણે આત્મસ્વરૂપ જાણ્યું હોય તેમને તે આત્મસ્વરૂપ પૂછવું તથા તે આત્મસ્વરૂપની ઇચ્છા કરવી અર્થાત્ પરમાર્થસ્વરૂપે તેને માનવું, તેમાં તત્પર રહેવું અર્થાત્ આત્મસ્વરૂપની ભાવનાનો આદર ૧. જુઓઃ શ્રી સમયસાર – કલશ ૨૩