आत्मस्वरूपभावनादरपरो भवेत् । येनात्मस्वरूपेणेत्थं भावितेन । अविद्यामयं स्वरूपं बहिरात्मस्वरूपम्
त्यक्त्वा विद्यामयं रूपं व्रजेत् ।।५३।।
કરવો; જેથી, એટલે આવી રીતે આત્મસ્વરૂપની ભાવના કરવાથી, અવિદ્યામય સ્વરૂપનો એટલે બહિરાત્મસ્વરૂપનો ત્યાગ કરીને વિદ્યામય રૂપ એટલે કે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરાય.
ભાવાર્થ : — આત્મસ્વરૂપની ભાવના કેવી રીતે કરવી? તે પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય આત્માર્થીને ઉદ્દેશીને કહે છે કેઃ —
આત્મસ્વરૂપ બીજાઓને સમજાવવું, જેમણે આત્મસ્વરૂપ જાણ્યું છે તેમને તેના જ વિષે પૂછી તે જાણવું, તેની જ ઇચ્છા રાખવી અર્થાત્ તેને એકને જ પરમાર્થ સત્ય માનવું અને આત્મસ્વરૂપની ભાવનામાં જ નિરંતર લાગ્યા રહેવું. આમ કરવાથી બહિરાત્મસ્વરૂપનો – અવિદ્યામય સ્વરૂપનો નાશ થશે. પરમાત્મ – સ્વરૂપની એટલે જ્ઞાનમય સ્વરૂપની પ્રાપ્તિ થશે.
(૧) આત્મા સંબંધી જ વાત કર, સંસાર સંબંધી કાંઈ પણ વાત ન કર. તેમ કરવાથી બહારમાં ભમતો તારો ઉપયોગ તત્ત્વ – નિર્ણય તરફ વળશે.
(૨) આત્મા સંબંધી વધુ જ્ઞાન માટે વિશેષ જ્ઞાનીઓને પૂછ; તેથી આત્મા સંબંધી તારી શ્રદ્ધા સ્પષ્ટ થઈને દ્રઢ થશે અને જ્ઞાન નિર્મળ થશે.
(૩) આત્મ – પ્રાપ્તિની જ ભાવના કર, બીજા કોઈ પર પદાર્થની કે ઇન્દ્રિય – વિષયના સુખની ઇચ્છા ન કર; એમ કરવાથી બાહ્ય ઇન્દ્રિય – સુખની પાછળ થતી નિરર્થક આકુળતા મટી જશે.
(૪) આત્મસ્વરૂપની ભાવનામાં જ નિરંતર અભિરત બન. આવી રીતે જ્ઞાનમાં, શ્રદ્ધામાં અને આચારમાં એક આત્માને જ વિષય બનાવ; બીજા કોઈ બાહ્ય પદાર્થને તારા જ્ઞાનનો વિષય ન બનાવ. શ્રીમદ્ રાજચન્દ્રે કહ્યું છે કેઃ —
આત્મા જ એક પ્રયોજનભૂત વસ્તુ છે. તેની પ્રાપ્તિ જ કરવા યોગ્ય છે. તે સિવાય અન્ય પદાર્થોનો વિચાર મનના રોગ સમાન છે.
એવી રીતે સમજીને ધગશ અને ઉત્સાહપૂર્વક જો તું આત્મ – ભાવના કરીશ, તો અવિદ્યાનો – અજ્ઞાનતાનો નાશ થશે અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે. ૧. જુઓ – શ્રીમદ્ રાજચંદ્રકૃત ‘આત્મસિદ્ધિ’.