૯૮સમાધિતંત્ર
‘‘તે જ્ઞાનસ્વભાવરૂપ જ્યોતિ અવિદ્યાનો – અજ્ઞાનનો નાશ કરનાર છે તથા મહાન ઉત્કૃષ્ટ અને જ્ઞાનમય છે; માટે મુમુક્ષુઓએ તેના વિષયમાં જ પૂછવું, તેની પ્રાપ્તિની અભિલાષા કરવી તથા તેનો અનુભવ કરવો.’’૧
વળી શ્રી અમિતગતિ આચાર્યકૃત ‘યોગસાર’માં કહ્યું છે કેઃ —
‘‘જે પુરુષ વિદ્વાન છે તેને તે આત્મ – પદાર્થનું નિશ્ચલ મનથી અધ્યયન કરવું યોગ્ય છે; તે ધ્યાન કરવા યોગ્ય, આરાધના કરવા યોગ્ય, પૂછવા યોગ્ય, સાંભળવા યોગ્ય, અભ્યાસ યોગ્ય, ઉપાર્જન કરવા યોગ્ય, જાણવા યોગ્ય, કહેવા યોગ્ય, પ્રાર્થના યોગ્ય, શિક્ષાયોગ્ય, દેખવા યોગ્ય અને સ્પર્શવા યોગ્ય છે, કારણ કે તેમ કરવાથી આત્મા સદા સ્થિરપણાને પામે છે.’’૨ ૫૩
વાણી – શરીરથી ભિન્ન આત્માનો અસંભવ હોવાથી તેને વિષે બોલવું (પૃચ્છા કરવી) ઇત્યાદિ યોગ્ય નથી – એમ બોલનાર પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : — (वाक्शरीरयोः भ्रान्तः) વચન અને શરીરમાં જેને આત્મભ્રાન્તિ છે તેવો બહિરાત્મા, (वाचि शरीरे च) વચન અને શરીરમાં (आत्मानं संधत्ते) આત્માનું આરોપણ કરે છે અર્થાત્ વચન અને શરીરને આત્મા માને છે; (पुनः) પરંતુ (अभ्रान्तः) વચન અને ૧. જુઓ – ઇષ્ટોપદેશ – શ્લોક ૪૯
२. अध्येतव्यं स्तिमितमनसा ध्येयमाराधनीयं
दृश्यं स्पृश्यं प्रभवति यतः सर्वदात्मस्थिरत्वम् ।।४९।। [શ્રી અમિતગતિ આચાર્યકૃત યોગસાર – શ્લોક ૪૯]