टीका — सन्धत्ते आरोपयति । कं आत्मानम् । क्व ? शरीरे वाचि च । कोऽसौ मूढः ? वाक्शरीरयोर्भ्रान्तो वागात्मा शरीरमात्मेत्येव विपर्यस्तो बहिरात्मा । तयोरभ्रान्तो यथावत्स्वरूपरिच्छेदकोऽन्तरात्मा पुनः एतेषां वाक्शरीरमात्मानं तत्त्वं स्वरूपं पृथक् परस्परभिन्नं निबुद्धयते निश्चिनोति ।।५४।। કાયમાં આત્મભ્રાન્તિ નહિ કરનાર અન્તરાત્મા (एषां तत्त्वं) તેમના (આત્મા અને વાણી – કાયના) સ્વરૂપને (पृथक्) એકબીજાથી ભિન્ન (निबुध्यते) જાણે છે.
ટીકા : — સંધાન કરે છે એટલે આરોપે છે. કોને? આત્માને. શામાં? શરીર અને વાણીમાં. તે મૂઢ કોણ છે? વાણી અને શરીરમાં ભ્રાન્તિવાળો અર્થાત્ વાણી તે આત્મા, શરીર તે આત્મા એવી વિપરીત માન્યતાવાળો બહિરાત્મા છે; પરંતુ તે બન્નેમાં જેને ભ્રાન્તિ નથી અર્થાત્ (તે બંનેના) સ્વરૂપને યથાર્થપણે જાણે છે તે અન્તરાત્મા, તેમના એટલે વાણી, શરીર અને આત્માના તત્ત્વને એટલે સ્વરૂપને પૃથક્ એટલે એકબીજાથી ભિન્ન જાણે છે નક્કી કરે છે.
ભાવાર્થ : — વાસ્તવમાં શરીર અને વાણી એ પુદ્ગલની રચના છે, તે મૂર્તિક – જડ છે અને આત્મસ્વરૂપથી વિપરીત લક્ષણવાળાં છે, છતાં અજ્ઞાની બહિરાત્મા તેમાં આત્મ – બુદ્ધિ કરે છે, તેને આત્મા માને છે. એ એનો ભ્રમ છે. આ ભ્રાન્તિને લીધે તે શરીરાદિકની જ ભાવના કરે છે, આત્માની ભાવના કરતો નથી.
જ્ઞાની અંતરાત્માને જડ શરીરાદિક અને ચેતન આત્માના સ્વરૂપનું યથાર્થ ભેદજ્ઞાન છે. તે આત્માને શરીરાદિકથી ભિન્ન જાણે છે. તેને શરીરાદિકમાં આત્મપણાની ભ્રાન્તિ નથી. તે શરીરને શરીર અને આત્માને આત્મા જ સમજે છે, એકનો બીજામાં મેલાપ કરતો નથી. તેને આત્માના અલગ અસ્તિત્વનું ભાન છે; તેથી તે નિરંતર આત્માની જ ભાવના કરે છે.
‘દેહાદિ પર પદાર્થ છે તે પર જ છે. તેને પોતાના માનવાથી દુઃખ થાય છે, કિન્તુ આત્મા આત્મા જ છે અર્થાત્ આત્મા પદાર્થ પોતાનો છે, તે કદાચિત્ પણ દેહાદિરૂપ થઈ શકશે નહિ. તેના આશ્રયે જ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મહાપુરુષો તેને માટે જ ઉદ્યમશીલ હોય છે.’૧
‘હું એક છું, શુદ્ધ છું, અરૂપી જ્ઞાન – દર્શનમય છું, બીજું કંઈ – એક પરમાણુમાત્ર પણ મારું નથી,૨ એમ જ્ઞાની વિચારે છે.’ ૧. જુઓ – ઇષ્ટોપદેશ – ૪૫. ૨. ‘‘હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;