Samadhitantra (Gujarati). Gatha: 55.

< Previous Page   Next Page >


Page 87 of 170
PDF/HTML Page 116 of 199

 

૧૦૦સમાધિતંત્ર

एवमवबुद्ध्यमानो मूढात्मा येषु विषयेष्वासक्तचित्तो न तेषु मध्ये किञ्चित्तस्योपकारकमस्तीत्याह

न तदस्तीन्द्रियार्थेषु यत्क्षेमङ्करमात्मनः
तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ।।५५।।

टीकाइन्द्रियार्थेषु पंचेन्द्रियविषयेषु मध्ये न तत्किञ्चिदस्ति यत् क्षेमङ्करमुपकारम् कस्य ? आत्मनः तथापि यद्यपि क्षेमङ्करं किञ्चिन्नास्ति रमते रतिं करोति कोऽसौ ? बालो बहिरात्मा तत्रैव इन्द्रियार्थेष्वेव कस्मात् ? अज्ञानभावनात् मिथ्यात्वसंस्कारवशात् अज्ञानं भाव्यते जन्यते येनासावज्ञानभावनो मिथ्यात्वसंस्कारस्तस्मात् ।।५५।।

આવી રીતે જ્ઞાની ભેદજ્ઞાન કરી પર પદાર્થોથી ઉદાસીન થાય છે અને આત્માને તેનાથી પૃથક્ સમજી આત્મસ્વરૂપની ભાવના ભાવે છે. ૫૪.

આવી રીતે (આત્મસ્વરૂપ) નહિ જાણનાર બહિરાત્મા, જે વિષયોમાં તેનું ચિત્ત આસક્ત હોય છે, તેમાં (તે વિષયોમાં) કોઈપણ (વિષય) તેને ઉપકારક નથી. તે કહે છેઃ

શ્લોક ૫૫

અન્વયાર્થ :(इन्द्रियार्थेषु) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં (तत्) એવો કોઈ પદાર્થ (न अस्ति) નથી (यत्) જે (आत्मनः) આત્માને (क्षेमंकर) હિતકારીલાભકારી હોય; (तथापि) તેમ છતાં (बालः) અજ્ઞાની બહિરાત્મા (अज्ञानभावनात्) મિથ્યાત્વના સંસ્કારને લીધે (तत्र एव) તેમાં જ એટલે તે ઇન્દ્રિયોના વિષયોમાં જ (रमते) રમે છેઆસક્ત થાય છે.

ટીકા :ઇન્દ્રિયોના પદાર્થોમાં એટલે પાંચે ઇન્દ્રિયોના વિષયો મધ્યે એવું કાંઈ પણ નથી એ ક્ષેમંકર (સુખકર) અર્થાત્ ઉપકારક હોય. કોને? આત્માને; તેમ છતાં અર્થાત્ જો કે કંઈ સુખકર નથી છતાં (તેમાં) રમે છેરતિ કરે છે. કોણ તે? બાલ (અજ્ઞાની) અર્થાત્ બહિરાત્મા તેમાં જ એટલે ઇન્દ્રિયોના વિષયોમાં જ (રમે છે), શાથી? (રમે છે)? અજ્ઞાન ભાવનાથી અર્થાત્ મિથ્યાત્વના સંસ્કારવશ (રમે છે), જેનાથી અજ્ઞાન જન્મેપેદા થાય તે અજ્ઞાનભાવને એટલે મિથ્યાત્વના સંસ્કારતેનાથી (ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે).

ઇન્દ્રિયવિષયે જીવને કાંઈ ન ક્ષેમસ્વરૂપ;
છતાં અવિદ્યાભાવથી રમણ કરે ત્યાં મૂઢ. ૫૫.