Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 199

 

[ 10 ]
૩. સંસ્કૃત ટીકાકાર શ્રી પ્રભાચન્દ્ર

પ્રસ્તુત ગ્રન્થની સંસ્કૃત ટીકાને અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે શ્રી પ્રભાચન્દ્ર (પ્રભેન્દુ) આ ગ્રંથના સંસ્કૃત ટીકાકાર છે. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે તેઓ ‘શ્રી સમન્તભદ્રાચાર્ય’ રચિત ‘રત્નકરંડ-શ્રાવકાચાર’ના પણ સંસ્કૃત ટીકાકાર છે. તેમણે સમાધિતંત્રના (સમાધિશતકના) પ્રત્યેક શ્લોકમાં ગર્ભિત રહેલા ભાવને (હાર્દને) સરળ સંસ્કૃત ભાષામાં સારી રીતે વ્યક્ત કર્યો છે.

તેમનો સમય, સ્થાન, ગુરુ, માતા-પિતાદિના સંબંધમાં યોગ્ય સંશોધન થવાની જરુર છે. આ ગ્રન્થમાં તેમની સંસ્કૃત ટીકાનો શબ્દશ: ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે.

૪. આભારદર્શન

કેટલાંક વર્ષ ઉપર પરમ પૂજ્ય આત્મજ્ઞ સંત શ્રી કાનજીસ્વામીનાં, આ આધ્યાત્મિક ગ્રન્થ ઉપર સોનગઢમાં, પ્રવચનો થયેલાં. મને તે પૂરેપૂરાં સાંભળવાની અલભ્ય તક મળેલી. હું તેઓશ્રીનાં પ્રવચનોથી પ્રભાવિત થયો અને વિચાર સ્ફૂર્યો કે આવા ગ્રન્થનો ગુજરાતી અનુવાદ કરવામાં આવે તો, વિદ્વાન ગ્રન્થકર્તાના આધ્યાત્મિક જ્ઞાનથી જૈન સમાજ વંચિત રહે નહિ. આ વિચાર કેટલાંક વર્ષો સુધી ઘોળાયા કર્યો. આખરે મિત્રો અને સ્નેહીઓની સલાહ અને સહાનુભૂતિથી એ વિચાર બે વર્ષ ઉપર અનુવાદરુપે પરિણમ્યો.

ખરું કહું, તો આ અનુવાદના મૂળ પ્રેરકરુપ શ્રી સ્વામીજીનાં પ્રવચનો જ છે. તેથી અત્યંત આભારપૂર્વક હું તેઓશ્રી પ્રત્યે સાદર ભક્તિભાવ પ્રગટ કરું છું.

મેં મારો વિચાર માન્યવર મુરબ્બી શ્રીયુત રામજીભાઈ માણેકચંદ દોશી, વકીલ આગળ રજૂ કર્યો અને કરેલા અનુવાદને તપાસી જવાને તેઓશ્રીને વિનંતી કરી. તેમણે ઘણી જ કાળજીપૂર્વક તે અનુવાદને આદિથી અંત સુધી–પ્રત્યેક શ્લોકનો અન્વયાર્થ, સંસ્કૃત ટીકાનો અનુવાદ, ભાવાર્થ, વગેરે-બરાબર તપાસ્યો અને અમૂલ્ય સૂચનાઓ કરી. સૂચવેલા સુધારા- વધારા સાથે મેં તેઓશ્રીની દેખરેખ નીચે ફરીથી અનુવાદ લખ્યો. આ અનુવાદ પણ તેઓશ્રી ફરીથી તપાસી ગયા. આ રીતે અનુવાદ પાછળ તેમણે લગભગ ત્રણ મહિના જેટલા પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી શ્રમ લીધો. તે માટે હું તેઓશ્રી પ્રતિ કૃતજ્ઞતાભરી લાગણી પૂજ્યભાવ પ્રગટ કરું છું.

આ અનુવાદના પ્રકાશન માટે શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ–સોનગઢના પ્રમુખ શ્રી નવનીતલાલ સી. ઝવેરી (મુંબઈ)ને વિનંતી કરી. તેમને પણ આ ગ્રન્થના અનુવાદની આવશ્યકતા જણાઈ એટલું જ નહિ, પણ તે એક સુંદર ગ્રન્થસ્વરુપ પ્રગટ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી અને બધો અનુવાદ શ્રીયુત ખીમચંદભાઈ જે. શેઠ દ્વારા તપાસાવી લેવા સલાહ આપી. તે પ્રમાણે મેં તેમને વિનંતી કરી. તેમણે મારી વિનંતીને માન આપી બધો અનુવાદ બારીક દ્રષ્ટિએ